પંચમહાલમાં અને મ પેટા વિભાગની ગોધરા તથા શહેરા ખાતે આવેલ કચેરીમાં રોજમદાર તરીકે તા.9 જૂન 1977થી અમરસિંહ ગોપાલભાઈ બારીયા તથા તા. 12 ડિસે. 1986થી સોમાભાઈ પનાભાઈ ચૌહાણને તેમની નોકરીના સમય દરમિયાનના સરકારના પરિપત્ર મુજબના લાભોના હકદાર હોવા છતાં તેઓ વય નિવૃત થતા તેઓ પેન્શનના લાભ મેળવવાના કાયદેસરના હકદાર હોવા છતાં અધૂરી અને અપૂરતી ગ્રેજ્યુટી ચૂકવી નિવૃત્ત કરી મળતા લાભોથી વંચિત રાખતા ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ અંબાલાલ ભોઇનો સંપર્ક કરાતા કામદારોને કાયદેસરના હક્કો મળે તે માટે હાઈકોર્ટમાં દાદ માંગેલ હતી.
ફેડરેશન તરફથી એડવોકેટ દીપક આર દવેએ દલીલો કરતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ સુપ્રિયાએ દલીલો સાંભળી બંને કામદારોને રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી સરકારના તમામ લાભો ચૂકવવા તથા તે રકમ પર 6.5 ટકા વ્યાજ ચૂકવવાનો હુકમ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.