તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સુરેલીમાં કાલોલ તા. પં. પ્રમુખ દ્વારા આર્મી ભરતી પૂર્વે જમાવડો

કાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1600 મી. દોડ રાખી, પ્રમુખ સહિત યુવાનો મોઢે માસ્ક વિનાના, પ્રમુખના જમાવડાનો વીડિયો વાયરલ થયો

પંચમહાલ જિલ્લામાં અોગસ્ટ માસમાં અાર્મી ભરતીનો કેમ્પ યોજાવાનો છે. અા કેમ્પમાં ભાગ લેવા યુવાનો તૈયારી કરી રહ્યા છે. ત્યારે અાર્મી કેમ્પમાં ભાગ લેનારા યુવાનો માટે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખે સોશિયલ મીડિયામાં અાર્મીની તૈયારી કરનાર નવયુવકો માટે સુરેલી ગામમાં 1600 મીટર દોડનુ આયોજન કરવામાં આવ્યું છે. અને અેકથી ત્રણ નંબર આવનારને સમ્માન સાથે ઈનામ આપવામાં આવશે અને બધા જ નવ યુવકોને ભરતી વિશે જાણકારી અાપવામાં અાવશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રવિવારે સુરેલી ખાતે અાર્મી કેમ્પમાં ભાગ લેનાર યુવાનો ઉમટી પડયા હતા.

જેને લઇને ટોળાં વળતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને પ્રમુખ સહીત યુવાનો માસ્ક વગરના વાયરલ વીડિયોમાં દેખાયા હતા. તાલુકા પંચાયત પ્રમુખે યુવાનોને બોલાવીને જમાવડો કરતો વીડિયો વાયરલ થતાં પોલીસે પણ અેકશનમાં અાવીને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...