ક્રાઈમ:કાલોલ પોલીસે રેડ પાડી જુગારીઓને ઝડપી પાડ્યા

કાલોલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોના વાયરસના ભરડામાં પણ ડેરોલગામ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને કાલોલ પોલીસ સ્ટેશનના પૉસઈ એમ.એલ.ડામોર તથા સ્ટાફ દ્વારા તપાસ કરતા કેટલાક લોકો એકત્રીત થઈ  ગોળકુડાંળુ વળી હારજીતનો જુગાર રમતાં જણાઇ આવ્યા હતા. નજીક જઇ રેડ પાડતા જુગારીઓ ઝડપી પાડયા હતા. ઝડપાયેલા નબીરાઓ પાસેથી અંગ ઝડતીમાં રૂપિયા ૮,૬૩૦,જુગાર ના દાવ પર ના રૂપિયા ૩૯૦૦ તેમજ ૬ મોબાઈલ અને ૧૦ બાઇકના રૂ.૧૨,૫૩૦  મળી કુલ ૨,૪૨,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે રાજેશકુમાર પુુુરણભાઈ સોની, જનક ચંદુભાઈ પરમાર, નરવત રયજીભાઈ રાઠોડ, જયેન્દ્ર શૂરવીર પરમાર, રામા ઈશ્ચર પરમાર, ખુમાન દિનેશ પરમાર, નિતીનભાઈ શનાભાઈ નાયક, દશરથભાઈ બકાભાઈ નાયક,  પ્રવીણભાઈ રયજીભાઈ નાયક, પિયુશ પ્રતાપ બારીયા, કેયુર સુરેશ પારેખ, સંજય ઉફૅ નટુભાઈ  પરમાર, જીગ્નેશ પંડ્યા, મનસુખ કિરણભાઈ પરમાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...