તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કાલોલ પોલીસે ચોરીના પોલ સાથે ત્રણ શખ્સ ઝડપ્યા

કાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂા.૩,39,300નો મુદ્દામાલ જપ્ત કર્યો

મધવાસની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડમાંથી લોખંડના ચોરીના પોલ ભરી કાલોલ તરફ આવે છે તેવી માહિતીના આધારે મલાવ અલીન્દ્રા ગામે ચોકડી ઉપર નાકાબંધી કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડામોર તથા પોલીસની ટીમ આ ટેમ્પો આવતા ઉભો રાખી ટેમ્પા ચાલકનું નામ પૂછતા ચાલકે તેનું નામ તાહિર બોબડો રહેવાસી સાતપુલ ગોધરા તથા હુસેન રહેમત નગર ગોધરા તથા શોહીબ રહેવાસી સાતપુલ ગોધરા આ ત્રણેની પૂછપરછ કરતા પોલ ક્યાંથી લાવ્યા તેના આધાર પુરાવા પોલીસે માગ્યા હતા પરંતુ સંતોષકારક જવાબ ન મળતા અને ટેમ્પાના કોઈ કાગળો રજૂ ન કરતા ટેમ્પાની પાછળ પડેલા પોલ ચોરીના છે તેવું પોલીસને લાગતા તપાસ કરતા કંપનીના કર્મચારીઓનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે કંપનીમાં સેન્ટીંગ કામમાં લગાવવામાં આવતા આડા ઉભા લોખંડના પોલ નંગ 393 ચોરાયેલા છે આમ ટેમ્પાની કિંમત રૂા. 3,00,000 અને પોલની કિંમત રૂા. 39,300 મળી કુલ રૂપિયા ૩,39,300ના મુદ્દામાલ સહિત ત્રણને કાલોલ પોલીસે ઝડપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...