પાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતાં અઢી વર્ષ માટે રોટેશન મુજબ મહિલા પ્રમુખ માટે જિલ્લા ભાજપે સભ્યો પાસેથી સેન્સ લીધા હતા. પાલિકામાં કુલ સંખ્યા બળ 28નો છે જેમાં 11 બીજેપીના મેન્ડેટ પર ચૂંટાયેલ છે જ્યારે 17 અપક્ષોના છે ગયા અઢી વર્ષમાં ભાજપમાં અપક્ષોના ટેકાથી સુશાસન ચાલ્યું હતું પરંતુ આ અઢી વર્ષની મુદતમાં મહિલા પ્રમુખની સીટ માટે ભારે ગરમાવો રહ્યો છે.
અપક્ષ ઉમેદવાર અને ભાજપને ટેકો આપેલ મહિલા સભ્યને પ્રમુખ માટે મેન્ડેટ આપવાની અફવાને પગલે ભાજપમાં ભાગદોડ મચી હતી. અપક્ષ તરીકે જીતેલા મહિલા સભ્યને મેન્ડેટ અપાશેની અફવાથી ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલ મહીલા ઉમેદવાર લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ પાલિકાના અપક્ષ તથા ભાજપના સભ્યો મળીને 17 સભ્યોને સાથે રાખીને અજ્ઞાત સ્થળે જતાં રહ્યાની ચર્ચાથી જિલ્લા ભાજપ કાલોલ દોડયું હતું.
પોતાની પ્રમુખ પદનું બિરુદ નહીં મળે તેથી અગમચેતી રૂપે અપક્ષ અને ભાજપના સભ્યોને લઇને લીલાબેન અજ્ઞાત સ્થળે રવાના થયા છે અને 24મીએ બધા સભ્યો સાથે પાલિકા ખાતે આવશે એવી શંકા છે આમ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તાજનું કોકડું જેમ જેમ નજીક દિવસો આવતા જાય છે તેમ ગૂંચવાઈ રહ્યું છે આવનાર 24 તારીખે આ પ્રમુખ અને ઉપપ્રમુખ નો તાજ કોના શિરે બંધાશે તે તો સમય બતાવશે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ભાજપના સંગઠનના હોદ્દેદારો કાલોલ સર્કીટ હાઉસ ખાતે મીટીંગનો દોર ચાલુ કરીને મનાવવાની કવાયતો શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.