તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઘોડા ગામે રેતીનું ગેરકાયદે ખનન કરતા જેસીબી સહિત ~55 લાખની મતા જપ્ત

કાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ-કાલોલ પોલીસનંુ ઓપરેશન : માટી અને રેતીની બેફામ ચોરીને અટકાવવા તંત્રની સૂચના : 1 જેસીબી, 4 ટ્રેક્ટર અને 1 ટ્રક કબજે કરાઇ

પંચમહાલ જિલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડા અને ખાણ-ખનીજ વિભાગે જિલ્લામાં થતી બેફામ માટી અને રેતી ચોરીને અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુરુવારે ગોધરા ખાણ-ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કાલોલના ઘોડા ગામ નજીક ગોમા નદીનાં પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખણન કરતાં વાહનો જપ્ત કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.

કાલોલ તાલુકાના ચલાલી, સુરેલી, ઘુસર, પરૂના, ઉતરેડીયા, સગનપુરા, રામનાથ, બોરું, દોલતપુરા અને અલાલી જેવા ગામ નજીકથી પસાર થતી ગોમા નદીની રેતી સારી હોવાથી તેની ખુબજ માંગ છે. જેને લઇને છેલ્લા કેટલાય સમયથી આ ગામોની નદીના પટમાંથી રેતીનું ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે. નદીમાંથી ગેરકાયદેસર રેતી અને માટી ચોરી થતી હોવાનુ વાંરવાર જાગૃત નાગરિકો દ્ધારા સોસીયલ મીડિયામાં ફોટા સાથે વાયરલ કરવામાં આવે છે. જે અંગે પંચમહાલ જિલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડાએ ખાણ-ખનીજ વિભાગે જિલ્લામાં થતી બેફામ માટી અને રેતી ચોરીને અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન અાપેલ છે.

જેને લઇને વેજલપુર પોલીસ દ્વારા ધુસર પાસે કાર્યાવહી કરી 12થી વધુ ટ્રેક્ટરો જપ્ત કરવામાં અાવ્યા હતા. અને રેતી ચોરી અટકાવવા પોલીસ ચોકી ઉભી કરવામાં અાવતાઅા સ્થળ છોડીને અન્ય સ્થળેથી રેતી ચોરી માટે વધુ સક્રીય બન્યા હતા. ત્યારે ગુરૂવારે ગોધરા ખાણ-ખનીજ વિભાગ અને કાલોલ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતાં કાલોલ નજીક હાઇવે રોડ ઉપર આવેલ શિશુ મંદિર પાછળ અને ઘોડા ગામની પટમાં આવેલ ગોમાં નદીમાં ગેરકાયદેસર રેતીનું ખણન કરતાં 1 જે.સી.બી મશીન, 4 ટ્રેક્ટર અને 1 ટ્રક મળી કુલ કિંમત રૂ.55 લાખનો ઘોડા ગામે નદીના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલા તમામ સાધનો ગોધરા કલેકટર કચેરીના કંપાઉન્ડમાં મુકવામાં આવેલ છે.

અને વધુમાં કાલોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ શામળદેવી ચોકડી ઉપર પોલીસ દ્વારા ચેક પોસ્ટ લગાવવામાં આવી છે. ત્યાં દરેક વાહન ચાલકો પાસેથી માસ્ક, હેલ્મેટ અને સીટ બેલ્ટના નામે રોજે રોજ મેમાં આપી દંડ વસુલવામાં અાવે છે. ત્યારે શુ અા સ્થળેથી રેતી ભરેલા ટ્રેક્ટર નિકળતા હોવા છતા પોલીસ દ્વારા પુછપરછ કરવામાં નહી અાવતી હોય તે અેક મોટો સવાલ છે. જો તંત્ર દ્વારા કાલોલના ચલાલી, સુરેલી, ઘુસર, પરૂના, ઉતરેડીયા, સગનપુરા, રામનાથ, બોરું, દોલતપુરા અને અલાલી જેવા ગામ નજીક પણ જો અચાનક છાપો મારવામાં આવે તો ત્ત્યાં પણ બહુ મોટી ખનીજ ચોરીનો ભેદ બહાર આવી શકે તેમ છે તેવુ હાલ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ઘોડા ગામે તંત્ર દ્વારા રેતી ચોરો ઉપર કાર્યવાહી કરી હોવાની જાણ થતાં કાલોલ તાલુકાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...