તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટનો આદેશ:ગોધરામાં પાણી પુરવઠાના 3 શ્રમયોગીને ફરજ પર હાજર કરવા હાઇકોર્ટનો આદેશ

કાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ પામનાર બે શ્રમયોગીના વારસોને કામે જોડવા અને મળવાપાત્ર રકમ આપવી

ગોધરા ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર, ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડમાં વર્ષોથી પંપ ઓપરેટર કમ લાઈનમેન તરીકે તા. 18 અોક્ટો 94થી ફરજ બજાવતા વિજયસિંહ પી . પરમાર, તા.18 અોગષ્ટ 90થી ફ૨જ બજાવતા રાજેન્દ્રકુમાર સી. શ્રીમાળી તથા તા.1 નવે. 95થી ફરજ બજાવતા પુનમભાઈ બી . રાઠોડને સંસ્થાએ 1998માં કાયમી પ્રકારની ચાલતી કામગીરીમાંથી આઈ.ડી, એકટની કલમનો ભંગ કરી ગેરકાયદે નોકરીમાંથી છૂટા કરી દેતા ત્રણ કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરી તેમને થયેલા અન્યાય બાબતે લાગતા વળગતા અધિકારીઓને પડેલા દિવસોના પગાર સહીત મુળ જગ્યાએ નોકરીમાં પુનઃ સ્થાપિત થવાની નોટીસ આપેલ, પરંતુ કામદારોને ફરજમાં હાજર કરવામાં આવેલ ન હોઇ ગોધરા મજુર અદાલત સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલ. મજુર અદાલતે બંને પક્ષકારોની દલીલો સાંભળી આખરી હુકમ કરતા ત્રણેય કામદારોને પડેલા દિવસોનો 20% પગાર સહીત સળંગ નોકરીથી મળવાપાત્ર લાભોથી પુનઃ સ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો.

જે આદેશથી સંસ્થા નારાજ થઈ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ, આ દરમ્યાન શ્રમયોગી વિજયભાઈ પી. પરમારનું તા. 8 નવે. 14ના રોજ અવસાન થયેલ છે . જે પૈકીના બે શ્રમયોગી રાજેન્દ્ર કુમાર સી શ્રીમાળી તથા પુનમભાઈ રાઠોડના કેસની સુનાવણી થતા નામદાર ગુજરાત હાઈકોર્ટે સંસ્થાની મનાઈ અરજી રદ કરી હયાત શ્રમયોગીઓને આઈ.ડી.એકટની કલમ મુજબ ઘરે બેઠા પગાર ચુકવવાનો આદેશ ફરમાવેલ. તે મુજબ બંને શ્રમયોગીઓને સને 2017થી મે -2021 સુધી પગાર ચુકવણી કરવામાં આવેલ છે.

ત્યારબાદ બીજા શ્રમયોગી રાજેન્દ્રકુમાર સી શ્રીમાળીનું તા.28 મે 21ના રોજ અવસાન થતાં બંને મૃત્યુ પામેલ શ્રમયોગીઓના વારસોને આ કામે જોડવા અને તેઓને મળવાપાત્ર તમામ પગારની રકમ ગુજરનારના વારસોને આપવા તથા હયાત શ્રમયોગી પુનમભાઈ બી. રાઠોડને તેમની મુળ જગ્યાએ નોકરીમાં પુનઃ સ્થાપિત કરી સરકારના પરીપત્રના લાભો આપવા બાબતે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને નોટીસ પાઠવી 6 અઠવાડીયામાં હાઈકોર્ટના હુકમનો સીધો અમલ કરવા માટે જાણકારી કરેલ છે. આમ હાઈકોર્ટના આદેશથી ગુજરનારના વારસોને મળવાપાત્ર લાભ ચુકવવા અને હયાત શ્રમયોગીને નોકરીમાં હાજર કરવાના આદેશથી શ્રમયોગી આલમમાં આનંદ છવાયો છે .

અન્ય સમાચારો પણ છે...