કામગીરી:શ્રમયોગીને સરકારી લાભો આપવા વડી અદાલતનો આદેશ

કાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલ કાર્યપાલક ઇજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ ગોધરાના તાબા હેઠળ સને 1991 રોજમદાર તરીકે ફરજ બજાવતા શિવરામ આર વણઝારાની નોકરી દરમિયાન દરેક વર્ષમાં 240 દિવસ કરતા વધુ કામગીરી કરી હતી.

છતાં તેમને સરકારના લાભ નોકરી દાખલ તારીખથી પાંચ વર્ષ પુરા થઈ તે લાભ આપવાનો પરિપત્રમાં નક્કી થયેલ હોવા છતાં નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ ગોધરા તથા સેક્રેટરી સ્ટેટ ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આ લાભથી અરજદારને વંચિત રાખેલ જે અંગે એસ આર વણઝારાએ ગુજરાત રાજ્ય લેબર ફેડરેશનના પ્રમુખ અંબાલાલ એસ ભોઈ તથા લીગલ એડવાઈઝર તેશ એ ભાઈનો સંપર્ક કર્યો હતો અને ફેડરેશન દ્વારા સામાવાળાને રી પ્રેઝન્ટટેશન પત્ર પાઠવી હતી.

પરંતુ તેમનું કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આ લાભ મેળવવા ફેડરેશન દ્વારા વડી અદાલતના વકીલ દિપક આર દવે મારફતે કેસ દાખલ કરેલ જે કેસ કોર્ટમાં ચાલતા શ્રમયોગી માગ્યા મુજબના પરિપત્ર લાભ આપવા વડી અદાલત દ્વારા ન્યાયાધીશ એન વી અંજારિયાએ આદેશ કરેલ જે આદેશને યથાવત રાખતા શ્રમયોગીને નોકરીની દાખલની તારીખ થી પાંચ વર્ષ પૂરા થયેલી સરકારના પરિપત્રો લાભ મળતા પરિવાર તથા શ્રમયોગ યમ આનંદની લાગણી પ્રવર્તી છે

અન્ય સમાચારો પણ છે...