તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:કાલોલ જીઆઇડીસીની પ્લાસ્ટિક કંપનીમાં આગ, કોઇ જાનહાનિ નહીં

કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલોલ જીઆઇડીસીની કંપનીમાં આગ લાગતાં કંપની અને નગર પાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. - Divya Bhaskar
કાલોલ જીઆઇડીસીની કંપનીમાં આગ લાગતાં કંપની અને નગર પાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.
  • કંપની અને પાલિકાના ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી

કાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રાધન પ્લાસ્ટીક માં કોઇ કારણસર અચાનક સોમવારે આગ લાગી હતી સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. બસ સ્ટેન્ડ સુઘી આ વિકરાળ આગ ની ધૂમ્ર શેરો દેખાતી હતી. જોકે નજીકથી સ્થાનિક કંપની યુપીએલના ફાયર ફાયટર સહિત કાલોલ નગરપાલીકાનું ફાઈટર ઘટનાસ્થળે પહોંચી જઈને આગને કાબુમાં લીધી હતી. આગ લાગેલ જગ્યામાં રાધન પ્લાસ્ટિક નામનુ બોર્ડ મારીને ગેટ પર તાળુ મારીને અંદર કેમિકલ કંપનીઓનો નકામો કચરો ભેગો કર્યો હોય તેમ દેખાયું હતું.

ખાલી બેરલ રાખવાની પરવાનગી લઈ આ કંપનીમા ભરેલા બેરલો સંગ્રહ કરવામા આવે છે.તેટલુ જ નહીં પરવાનગી વગર નજીકમાં આવેલા બંધ શેડમાં પણ આ જોખમી કચરો એકઠો કર્યો હતો. તાજેતરમાં અમદાવાદ ખાતે એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાથી મહામૂલા માનવોની જિંદગી હોમાઇ ગઇ હતી.

ત્યારે સોમવારની આગની જેમ પુનઃ આવી આગ લાગે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુની કંપની તેમજ નજીકમાં આવેલ રહેણાંક વિસ્તારને લપેટામાં લેશે તો જવાબદારી કોની? વધુમા કંપનીની અંદરમાં માણસો કામ કરે છે. ટેમ્પો મારફતે કેમિકલ કંપનીનો કચરો ખાલી થતો હોય છે.તેમ છતા પણ કંપનીનો ગેટ કોઈ અગમ્ય કારણોસર બંધ રાખવામાં આવે છે . ત્યારે આ બાબતે વહીવટી તંત્રને કોઈ જાણકારી છે કે પછી બધુ રામ ભરોસે ચાલી રહ્યુ છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે. તે પણ તપાસનો વિષય બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો