વિદાય સમારંભ:કાલોલ TDO દ્વારા 40 જેટલાં વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ

કાલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનોખી રીતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો

ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 ના 40 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. જેના પગલે તાલુકા પંચાયતમાં વિદાય સમારંભ યોજાતા હોય છે.પરંતુ ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવતા તેજલબેન સંગાડાએ એક અનોખી રીતે તેમનો વિદાય સમારંભ યાદગાર બનાવ્યો હતો. કાલોલ તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડાના હસ્તે કાલોલ કુમાર શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓને શિયાળાથી રક્ષણ મળે તે માટે સ્વેટરનું વિતરણ કર્યું હતું.

40 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે માર્ગદર્શન આપી સફળતા પ્રાપ્ત કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ પણ સેજલબેન સંગાડાના વિદાય સમારંભની કામગીરીથી ઉત્સુક બની તેઓને પણ વિદ્યાર્થીઓની પ્રાર્થનાથી તેમના કાર્યો માં સફળતા દ્વારા બઢતી મળે તેવી પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...