તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તોફાનમાં સામેલ 17 મહિલાઓને જામીન મળતાં સ્વાગત કરનાર 500 સામે ગુનો

કાલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલોલમાં લોકટોળા ઉમટી પડ્યા હતા - Divya Bhaskar
કાલોલમાં લોકટોળા ઉમટી પડ્યા હતા
  • કાલોલમાં ગત 11મીએ ગૌ માંસને લઇને મારામારી થતાં વાતાવરણ ડહોળાયું હતું

કાલોલમાં 11 જુલાઇએ બે યુવકની ગૌમાસને લઇને મારામારી થતા કાલોલમાં વાતાવરણ ડોહળાતા બે જુથના લોકો સામસામે અાવીને પથ્થરમારો કર્યો હતો. લઘુમતી કોમનું એક જુથ કાલોલ પોલીસને ઘેરો ધારીને પોલીસ પર હુમલો કરીને ચાર પોલીસકર્મીઅોને ઘાયલ કર્યા હતા. તોફાની ટોળાં બસ સ્ટેન્ડ રોડ તરફ થઇને દુકાનમાં તોડફોડ કરીને લુટ મચાવી હતી. પોલીસે તોફાની ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના સેલ પણ છોડયા હતા. આની ફરીયાદ કાલોલ પોલીસ મથકે નોધાવી હતી. પોલીસે 1000થી 1500ના ટોળાં વિરૂધ્ધ ગુનો નોધ્યો હતો. જેમા પોલીસે 106 આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો.

ત્યાર બાદ પોલીસ 106 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં 17 સ્ત્રીઓ ચાર સગીર અરે 85 પુરૂષોનો સમાવેશ થતો હતો. એમાં 17 સ્ત્રીઓને કોર્ટ દ્વારા જામીન મળતા લઘુમતી વિસ્તારમાં સ્વાગત કર્યું હતું. જનમેદની ઉમટી હતી અને કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ આ મહિલાઓને ખાનગી વાહન દ્વારા આ વિસ્તારમાં લવાતા કોરોનાના નિયમ નો ભંગ કરી જનમેદની તેમના સ્વાગત માટે ભેગી થઈ હતી. વૈશ્વિક કોરોના મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરતા 500 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જેમા કાલોલ પોલીસે 10 વ્યક્તિ પર નામ સાથે ગુનો નોંધ્યો છે જેમાં ઈલિયાસ ઈસ્માઈલ મનસુરી રહેવાસી કાલોલ, અજીત સહિત પઠાણ, અસરફ સત્તાર ઉદવાનિયા, આરીફ સત્તાર ઉદવાનિયા, અમીરૂલ રજાક શેખ, ઉંમર યુસુફ રહેમજી, ઈલિયાસ મસ્તુ રહેમજી, જેનબ અમીરૂલ રહીમજી, વસીમ સત્તાર તથા રુકસાના ઈસુબ રહેમજી આ તમામ લોકો ઉપરાંત 500 ટોળા સામે 188 એપિડેમિક ડિસીઝ એક્ટ કલમ 3 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ મુજબ 11 b મુજબ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...