છેતરપિંડી:કાલોલ પાલિકાના મહિલા સભ્ય અને પતિ સામે ઠગાઇની ફરિયાદ

કાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાકરોલના રહીશ સાથે બે વખત છેતરપિંડી કરી હતી

કાલોલ નગરપાલિકાના કાલોલ નગરપાલિકાના હાલના વર્તમાન સભ્ય નફીસા બાનુ મન્સુરી અને તેમના પતિ માજી નગરપાલિકા સભ્ય હનીફ અબ્દુલ ગની મન્સુરી ઉપર કાલોલ કોર્ટમાં છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બંને પતિ પત્ની બાકરોલ ગામના રાવજીભાઈ પુજાભાઈ ગોહિલ પાસેથી પૈસા ઉછીના લીધેલ અને મારી જમીન હું તમને વેચાણ કરી આપું છું તેવું કહી રૂપિયા ૪ લાખ રોકડા લીધે પરંતુ રાવજીભાઈ ગોહિલને પાછળથી ખબર પડી કે આ જમીનતો નફીસાબાનુ મન્સૂરી નામે છે જ નહીં. તેથી તેમના પતિને વાત કરતા તેમને પોતાની ગાડી આહવા વેચવાની છે. જેની કિંમત રૂા.૧૩.૫૧ લાખ કિંમત નક્કી કરવાની વેચાણ કરવાની નક્કી થયું છે.

રૂા. ૪ લાખ આપેલ તે બાદ કરતા બાકીની રકમ પણ રોકડા લઈ ફરી છેતરપિંડી રાવજીભાઈ ગોહિલ સાથે પતિ પત્નીએ કરી હતી. આ બાબતે ઉચ્ચ કક્ષાએ પણ જાણ કરતા કોઈ પરિણામ આવ્યું ન હતું. આખરે રવજીભાઇએ કાલોલ કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરેલ કોર્ટ દ્વારા પણ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જેને લઇને કાલોલ નગરપાલિકાના હાલના વર્તમાન સભ્ય નફીસાબાનુ મન્સુરી અને તેમના પતિ માજી પાલિકા સભ્ય અબ્દુલગની મન્સુરી પર કાલોલ કોર્ટમાં છેતરપીંડીની ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...