તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકોમાં 22 નવા ચહેરાને સ્થાન, બે રીપીટ

કાલોલ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીંગળી બેઠક પર નારાજગી વ્યાપી

કાલોલ તાલુકાની તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારોમાં કુલ તાલુકા પંચાયતની 24 બેઠકો માટેના ઉમેદવારોમાં ભાજપે 22 ઉમેદવારો નવા ચહેરા જાહેર કરાતા 22 જૂના જોગીઓને ઘર ભેગા થયા છે. જ્યારે અડાદરા સીટ ઉપર સુરજબેન લાલસિંહ જાદવ અને સાતમણા સીટ ઉપર મુકેશકુમાર કાળુસિંહ સોલંકીને ભાજપે રીપીટ કર્યા છે. જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન ચૌહાણના પતિ પ્રવિણસિંહ પર્વતસિંહ ચૌહાણને જિલ્લા પંચાયતની પીંગળી બેઠક ફાળવવામાં આવી છે.

આમ કાલોલ તાલુકા પંચાયતમાં કુલ ૨૨ ઉમેદવારોને રિપીટ ન કરાતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે કરોલી બેઠક પર ગત જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલ પંચમહાલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખની પત્નીને ઉમેદવાર જાહેર કર્યા છે. પીંગળી બેઠક પર આયાતી ઉમેદવારને ફાળવતા સ્થાનિક ભાજપના કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. આમ ભાજપ દ્વારા ઉમેદવારો ફાળવણીમાં વહાલા દવલાની નીતિ પણ કામ કરી ગઈ છે. જેવી ચર્ચા હાલ કાલોલ તાલુકામાં જોર જોરથી ચર્ચાઈ રહી છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો