દરોડા:કાલોલથી 140 ક્વિ. ખેરના લાકડાનો જથ્થો જપ્ત કરાયો

કાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ જીઆઇડીસીની બંધ કંપનીના ગોડાઉનમાંથી 140  ક્વિન્ટલ ખેરના લાકડાનો જથ્થો વેજલપુર વન વિભાગે જપ્ત કર્યો - Divya Bhaskar
કાલોલ જીઆઇડીસીની બંધ કંપનીના ગોડાઉનમાંથી 140  ક્વિન્ટલ ખેરના લાકડાનો જથ્થો વેજલપુર વન વિભાગે જપ્ત કર્યો
  • બંધ કંપનીના ગોડાઉનમાં વનવિભાગનો સપાટો

કાલોલ જીઆઇડીસીમાં છેલ્લા કેટલાક સમયથી એક બંધ કંપનીના ગોડાઉનમાં પાછલા ઘણા સમયથી જમા કરી રાખેલા ખેરના લાકડાનો વિપુલ જથ્થો વેજલપુર રેન્જર વિભાગે ઝડપી પાડયો હતો. વેજલપુર રેન્જ પોસઈ સંજય દેસાઈને શનિવારે મળેલી બાતમીના આધારે કાલોલ જીઆઇડીસીમાં બ્લોક નંબર 54માં બંધ પડી રહેલી ટાયર કંપનીના ગોડાઉનમાં છાપો મારીને તપાસ કરતા વરસાદી સિઝનમાં પ્લાસ્ટિકની નીચે ઢાંકી રાખવામાં આવેલ ખેરના લાકડાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.

પ્રતિબંધિત ગણાતા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર મુખ્ય ઈસમ નામે દુર્વેશ મુજસ્સિમ અબ્દુલ નામના વેપારીએ પાસ પરમીટ વિના ગેરકાયદે રીતે સંગ્રહ કરી રાખ્યો હતો. વેજલપુર વન વિભાગ દ્વારા માલ કબ્જે કરવા આવ્યો હતો. જેની હાલની બજાર કિંમત અંદાજીત રૂ.4 લાખ જેટલી થતી હોવાની પ્રાથમિક માહિતી વન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.

વધુમાં વન વિભાગના અધિકારીઓના વધુ જણાવ્યા મુજબ આ ઈસમ દ્વારા અગાઉ પણ ગેરકાયદે વેપાર કરતા 300 ક્વિન્ટલ જુનો માલ પણ પકડાયો હતો. તથા લાકડાના પાસમાં છેડછાડ કરી ગેરકાયદે માલ સગેવગે કરવાના ગુના હેઠળ હાલ પણ પોલીસ કેસ ચાલી રહ્યો છે. વેજલપુર વનવિભાગની ટીમે તમામ જથ્થો કબજે કરી આરોપી સામે સામે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...