યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં જે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે જે હેઠળ ઘણા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત આવી રહ્યા છે. પંચમહાલ હાલોલના તીર્થ રેસિડેન્સી ખાતે રહેતા દક્ષ સંજયકુમાર સુથાર, આમ્રપાલી સોસાયટી ખાતે રહેતા ધ્રુવ મિતેશભાઇ દરજી અને શારદા નગર સોસાયટી ખાતે રહેતા વ્રજ રાજેશકુમાર તલાટી છે. જેઓ ભારત સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરાયા બાદ હેમખેમ બહાર નીકળી આવ્યા હતા.
યુક્રેનની ચેન્નિવિટી શહેરમાં આવેલ બ્લુકોસોવિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દક્ષ, સંજય અને ધ્રુવ પરત પોતાના વતન હાલોલમાં આવતા તેના માતા સહિત આખી સોસાયટીએ ફૂલહાર અને બુકે તેમજ આરતી અને કુમકુમ તિલક સાથે પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયૂરધ્વજસીહ પરમાર, પૃમુખ વિભાક્ષીબેન દેસાઈ. પ્રોમોદસિંહ રાઠોડ બંસી ભરવાડ સહીત ભાજપના અગ્રણીઓએ પણ પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતુ.
અન્ય છાત્રોને પણ પરત લાવવા માગણી
હુ ગત વર્ષે યુક્રેનના ચેનીવિટી શહેરની બુકોવિનિયા સ્ટેટ મેડિકલ યુનિ.માં એડમિશન મેળવી કોરોનામાં ઘરે બેઠા જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યો હતો.પરંતુ કોરોનાની સ્થિતિ હળવી થતા હુ યુક્રેન ઓફલાઇન શિક્ષણ માટે ગયો હતો. એવામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટતા મારી સાથેના અનેક વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. મારાના પિતા આફ્રિકા હોય હાલોલ ખાતે મારી માતા એકલા રહેતા હોય ખૂબ જ ચિંતિત હતા હુ કેવી રીતે વતન પરત આવીશ અંગે પણ મુંજવણ હતી. પરંતુ દક્ષ અને તેની માતા ભારત સરકાર અને વડાપ્રધાન મોદીનો આભાર માનતા જણાવ્યું કે ભારત સરકારના પ્રયત્નોને લઈ દીકરો દક્ષ હેમખેમ પરત આવી ગયો છે. બન્નેએ યુદ્ધ વચ્ચે ફસાયેલ હજારો વિદ્યાર્થીઓનું મનોબળ વધારતા ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લઈ આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. }યુક્રેનથી પરત ફરેલા દક્ષ સુથાર
સંતરામપુરની છાત્રાનું મંત્રીઅે સ્વાગત કર્યુ
લુણાવાડા. સંતરામપુરની વિદ્યાર્થીની જીમીબેન પંકજભાઇ મુની હેમખેમ પોતાના ઘરે પરત ફરતા પરિવારજનોએ આનંદની લાગણી સાથે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સંતરામપુર ખાતે જીમી પરત ફરી તે સમયે ખાસ ઉપસ્થિત રહેલા ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડીડોર, અગ્રણીઓ અને પરીવારજનોએ સ્વાગત કર્યુ ત્યારે લાગણી સભર દશ્યો સર્જાયા હતા. જીમીઅે જણાવ્યુ હતુ કે, ભારતીય એમ્બેસીની એડવાઈઝરી મુજબ અમારે યુક્રેન છોડી દેવાનું હતું યુધ્ધ ગ્રસ્ત પરિસ્થિતીમાં અસહ્ય મુશ્કેલી વેઠી કિવ શહેરથી લીવ અને ત્યાર બાદ પોલેન્ડ બોર્ડર પહોચી હતી. ‘ઑપરેશન ગંગા’ અંતર્ગત ભારત એમ્બેસી દ્વારા અમને પોલેન્ડ બોર્ડરથી બસ દ્વારા ત્યારપછી ખાસ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવ્યા. દિલ્હીથી બસ દ્વારા અમે ગુજરાત આવતાં હું ઘર સુધી પહોંચી શકી છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.