શસ્ત્રપૂજન:કંજરી રામજીમંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શસ્ત્રપૂજન કરાયું

હાલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલ, ઘોઘંબા જાંબુઘોડા તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં કંજરી રામજીમંદિર ખાતે એકત્રિત થઈને સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધીસર શસ્ત્ર પૂજા કરી હતી. કાર્યકમમાં વિખ્યાત ગાયક ઉમેશ બારોટ અને કમલેશ બારોટે સુર રેલાવ્યા હતા. કંજરી ચોકડી થી જયદ્રથ સિંહ સમર્થકો સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ પાછળ હજારોની સંખ્યામાં બાઇક સવારો તલવાર, ભાલા તથા શસ્ત્રો સાથે જોડાઈ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. તો બીજી તરફ તાલુકાના તાજપુરા ખાતે પણ સમસ્ત ક્ષત્રિય તથા સર્વ સમાજ હાલોલ સમાજના લોકો દ્વારા પણ શસ્ત્રપૂજા કરીને મહારેલી યોજી શક્તિ પ્રદર્શન કરી પાવગઢ સહિતના ગામોમાં ફરી પરત તાજપુરા પહોચી હતી.

શુક્રવારે વિજ્યા દશમી(દશેરા) ના તહેવાર નિમિત્તે હાલોલ તાલુકાના કંજરી ખાતે આવેલ રામજી મંદિર ખાતે સંત શ્રીરામશરનદાસજી મહારાજ, નિષ્ઠા વિધ્યામંદિર ના સંત સ્વામીજી અને કેશવ સ્વામીજી, નારાયણધામ તાજપુરાના મહાદેવ બાપુ અને તેમના પુત્ર નિષુ બાપુની પ્રેરક ઉપસ્થિતીમાં પંચમહાલ જીલ્લાના હાલોલ,કાલોલ અને ઘોઘંબા તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા એકત્રિત થઈને શાસ્ત્રોક્ત વિધીસર શસ્ત્રપૂજન કરવામાં આવેલ હતું. જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમના પરિવાર સહિત પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ તેઓ દ્વારા રેલી કાઢી હાલોલ કંજરી રોડ સુધી પહોંચી શક્તિ પ્રદર્શન કરવામાં આવેલ હતું.

જ્યારે હાલોલ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા તાજપુરા ખાતે શસ્ત્રપૂજન કરીને રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવતા, આવનાર ચૂંટણીઓના પડઘમ વચ્ચે નીકળેલી ક્ષતિર્ય સમાજની બે મહારેલીએ રાજકીય પંડિતોને ગણિત ગણતા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...