હોબાળો:હાલોલ રેફરલમાં કોરોનાની રસીનો જથ્થો મોડો આવતાં 1 કલાક બાદ વેક્સિનેશન ચાલુ થયું

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીમાં લાઇનમાં ઉભા રહી પરેશાન થતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો

હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે શુક્રવારે 18થી 44 વર્ષના વ્યક્તિઅોઅે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી કોરોના વેક્સિનેશન લેવા માટે વહેલી સવારથી જ રેફરલ હોસ્પિટલ ખાતે લાઈનો લગાવી હતી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન કરી વેક્સિન મુકાવવા આવેલા લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવાની હતી. જોકે રેફરલ હોસ્પિટલ ખાતે રસીનો જથ્થો મોડો આવતા વેક્સિનેસન મોડું શરૂ કરાયું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું છે. સવાર ના 10 વાગ્યા પછી વેક્સિનેસન શરૂ કરાયું હતું. બે થી અઢી કલાક સુધી લાંબી લાંબી કતારોમાં ઊભા રહી અકળાઈ ઉઠેલા અને મોટી સંખ્યામાં એકત્રીત થયેલા લોકોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો એક તબક્કે ભેગા થયેલા લોકોએ ભારે હંગામો મચાવતા સોસીયલ ડિસ્ટન્સિંગ પણ જળવાયું ન હતું. વહેલી તકે રસીકરણ ચાલુ કરવા માટે ની માંગણી ઉચ્ચારી હતી.

પરંતુ રેફરલ હોસ્પિટલ તંત્ર પાસે ઉપરથી જ વેક્સિનેશનનો જથ્થો ના આવતા તે લોકો પણ લાચાર હોઇ તેઓએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ હોબાળો મચાવતા લોકોને સમજાવી મામલો થાળે પાડયો હતો. જ્યારે વેક્સિનેશન સેન્ટરની નજીકમાં કોરોના દર્દીઓનો વોર્ડ આવેલો હોઈ અને મોટી સંખ્યામાં લોકો રસી મુકાવા પહોંચ્યા હોઇ રેફરલ હોસ્પિટલ ખાતે સોશ્યલ ડિસ્ટન્સના અભાવે સંક્રમણનો ભય પણ ઉતપન્ન થતો જોવા મળ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રસી મુકાવા આવેલા લોકો માટે કોઈ અલગ વ્યવસ્થા કે કોઈ નક્કર આયોજન ન કરેલું હોવાનું પણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...