તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:હાલોલમાં બે સ્થળે રસીકરણની કામગીરી

હાલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હાલોલમાં બે સ્થળે રસીકરણની કામગીરી કરી - Divya Bhaskar
હાલોલમાં બે સ્થળે રસીકરણની કામગીરી કરી
 • રેફરલ અને જીઆઈડીસીની મોડેલ સ્કૂલ ખાતે રસીકરણ કામગીરી કરાઇ

કોરોના રસીકરણ અભિયાન હેઠળ બીજા તબક્કાના ત્રીજા રાઉન્ડનો શુક્રવારથી પ્રારંભ કરાયો હતો. જેમાં શનિવારે પણ હાલોલના બે સ્થળોએ રસીકરણની કામગીરી હાથ ધરાઇ હતી. હાલોલ રેફરલ હોસ્પિટલ અને જીઆઈડીસી ખાતેની મોડેલ સ્કૂલમાં રસીકરણનો કાર્યક્રમ રખાયો હતો. રેફરલ હોસ્પિટલ ખાતે હાલોલ તાલુકા વિકાસ અધિકારી એ.કે.આસલ સહિત આરોગ્ય કર્મીઓ ડોક્ટર પરેશ જોષીના નિરીક્ષણ હેઠળ રસીકરણ કામગીરી હાથ ધરાઈ હતી.

જેમાં પ્રથમ તબક્કામાં બાકી રહી ગયેલા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય અધિકારીઓ, કર્મીઓ સહિત બાકી રહેલા તાલુકાના જાહેર આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓને પણ કોરોના રસીના ડોઝ અપાયા હતા. જ્યારે હાલોલ જીઆઇડીસીની મોડેલ સ્કૂલમાં તાલુકા આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરાઇ. જેમાં હાલોલ તાલુકા વિકાસ અધિકારી એ કે અસલ સહિત તાલુકા તેમજ નગર ખાતે પોલીસ મહેકમમાં ફરજ બજાવતા ટી.આર.બી. ગાર્ડ તેમજ હોમગાર્ડના મહિલા પુરુષ કર્મીઓને કોરોના રસીના ડોઝ આપ્યા હતા. જ્યારે મોડેલ સ્કૂલ ખાતે ચૂંટણી તાલીમ કેમ્પમાં ભાગ લેવા આવેલા કેટલાક તાલુકાના શિક્ષકોને પણ રસીકરણનો લાભ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો