તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:યુનિટ હેડ કમાન્ડન્ટ હોમગાર્ડની નોકરી માટે લાંચ લેતા ઝડપાયા

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા ACBના હાથે યુનિટ હેડ કમાન્ડન્ટ અને હોમગાર્ડને લાંચ લેતા ઝડપાયા હતા - Divya Bhaskar
વડોદરા ACBના હાથે યુનિટ હેડ કમાન્ડન્ટ અને હોમગાર્ડને લાંચ લેતા ઝડપાયા હતા
  • ખાખરિયા : જવાનો પાસે નોકરી ફાળવવા બાબતે રૂપિયા માંગતા હતા
  • વડોદરા લાંચ રુશ્વત બ્યુરોના છટકામાં અાબાદ ઝડપાયા

જાંબુઘોડા તાલુકા પોલિસ મથકની હદમાં આવેલ પંચમહાલ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની ચેકપોસ્ટ પર જાંબુઘોડા પોલીસ મથકના 4 હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે. જેમાં જાંબુઘોડા હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ કમાન્ડન્ટ રોહિતભાઈ મથુરભાઈ બારીયાએઆ 4 હોમગાર્ડના જવાનોને નોકરી ફાળવવાના કામે એક હોમગાર્ડ જવાન લેખે 450 રૂપિયા મળી 4 હોમગાર્ડ જવાનો પાસે કુલ 1800/- રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

જેમાં એક હોમગાર્ડના જવાને આ બાબતે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીનો સંપર્ક સાધી સમગ્ર હકીકત બનાવથી વાકેફ કરતા વડોદરા એસીબીના મદદનીશ નિયામક એસ.એસ. ગઢવી ના સુપરવિઝન હેઠળ એસીબીના પી.આઇ એસ.એસ. રાઠોડનાઓએ ખાખરીયા ચેક પોસ્ટ ખાતે હોમગાર્ડ જવાનની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું જેમાં ગોઠવેલા છટકામાં જાંબુઘોડાના ખાખરીયા ચેકપોસ્ટ ખાતે હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ કમાન્ડન્ટ રોહિતભાઈ માંગેલ 1800/- રૂપિયાની લાંચ લેવા માટે રોહિતભાઈ વતી હોમગાર્ડ જવાન ચીમનભાઈ સબુરભાઇ બારીયા આવી પહોંચ્યા હતા. જેમાં એક જવાનના 450/- લેખે 4 હોમગાર્ડ જવાનના 1800/- રૂપિયાની લાંચ લેતા હોમગાર્ડ જવાન ચીમનભાઈ ગોઠવેલ છટકામાં એસીબીના હાથે આબાદ ઝડપાઇ જવા પામ્યા હતા. જેમાં વડોદરા એસીબીની ટીમે સ્થળ પરથી ઝડપાયેલા ચીમનભાઈ સબુરભાઇ બારીયા રહે હિરાપુર.તા.જાંબુઘોડા અને લાંચ માંગનાર હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ કમાન્ડન્ટ રોહિતભાઈ મથુરભાઈ બારીયા રહે.કરા તા. જાંબુઘોડાનાઓની અટકાયત કરી બન્ને આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...