દુર્ઘટના:રામેશરા પાસેની નર્મદા કેનાલમાં ડૂબતા બે યુવાનો મોતને ભેટ્યાં

હાલોલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઈટીઆઈમાં અભ્યાસ કરતા બે યુવાનો ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા હતા. - Divya Bhaskar
આઈટીઆઈમાં અભ્યાસ કરતા બે યુવાનો ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા હતા.
  • એક લપસીને ડૂબતાં બીજો બચાવવા જતાં બંને ડૂબ્યાં
  • ​​​​​​​ગોધરાના ઘોડી ગામમાં શોકની કાલિમાં છવાઈ ગઈ

હાલોલ તાલુકાના રામેશરા ભગીરથ પુલ પાસે નર્મદાની મુખ્ય કેનાલ માં ગોધરા તાલુકાના ઘોડી ગામના બે આશાસ્પદ યુવાનો ડૂબી જતાં હાલોલ રૂરલ પોલિસે અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે ગોધરા તાલુકાના ઘોડી ગામના સુભાસ રાજેન્દ્રભાઇ બારીયા ઉ.21 અને તેનો મિત્ર ચિરાગ મનહરભાઈ બારીયા ઉ.22. સવારે બાઈક પર રામેશરા ખાતે આઇટીઆઈમાં અભ્યાસની ફી ભરવા આવ્યા હતા. બપોરે ફી ભરી બંને મિત્રો બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા.

દરમિયાન કેનાલ પાસેથી પસાર થતા બાઈક ઉભી રાખી ચિરાગ હાથ પગ ધોવા કેનાલમાં ઊતર્યો હતો. દરિમયાન સુભાષ કેનાલ પર બાઈક પાસે ઉભો રહયો હતો. એકાએક ચિરાગનો પગ લપસતા ચિરાગ કેનાલમાં ડૂબવા લાગતા સુભાષ તેને બચાવવા કેનાલમાં ઉતર્યો હતો. દરમિયાન સુભાસ પણ કેનાલ માં ડૂબવા લાગતા જોત જોતામાં બંને મિત્રો પાણીના પ્રવાહમાં ડૂબી જતાં એક રાહદારીએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા હાલોલ રૂરલ પી.આઈ. એ. એન. તાવીયાડ ઘટના સ્થળે પહોંચી નજીકના ગામના સ્થાનિક તરવૈયાને બોલાવી ડૂબેલા યુવાનોને બચાવવા કામગીરી હાથ ધરી હતી.

પણ કલાકોની જહેમત બાદ કમનસીબે બંને યુવાનો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ યુવાનોના પરિવારજનો થતા તેઓ કેનાલ પર દોડી આવ્યા હતા અને યુવાનોના મૃતદેહને જોઈ રોકકળ મચાવતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી બને યુવાનોના મૃતદેહો હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે ખોબલા જેવા ઘોડી ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...