તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અરાદ પાસેના ફાટા તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત

હાલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલ ફાયર ફાઈટરની ટીમે ફાટા તળાવમાંથી મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા - Divya Bhaskar
હાલોલ ફાયર ફાઈટરની ટીમે ફાટા તળાવમાંથી મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા
  • 4 જણા નાહવા પડતાં 1ને ડુબતા બીજો બચાવવા જતા કરૂણ ઘટના બની

હાલોલ અરાદ રોડ પર પાણીની ટાંકી પાસે આવેલ ફાટા તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઇઓના ડૂબી જવાથી મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી. હાલોલ મદારીવાસમાં રહેતા ચાર મિત્રો વિક્રમ વાઘેલા, કાલુ વાધેલા, હેક અને પંચોળ દેવીપૂજક ફાટા તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી 13 વર્ષીય કાલુ મુકેશભાઇ વાઘેલા ડૂબવા લાગતા તેનો 17 વર્ષીય સગો ભાઈ હેક મુકેશભાઇ વાઘેલા તેને બચાવવા જતાં તે પણ ઊંડા પાણીમાં ડૂબી જતા બંને સગા ભાઇઓના ડુબી જવાથી કરૂણ મોત નિપજયા હતા.

જયારે વિક્રમ અને પંચોળનો બચાવ થયો હતો. બનાવની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં હાલોલ ફાયર ફાઈટરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફાટા તળાવમાંથી બંને સગા ભાઇઓના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી હાલોલ રેફરલ ખાતે પીએમ માટે મોકલ્યા હતા. ઘટનાના પગલે મૃતક કિશોરોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઈ હતી. જ્યારે ટાઉન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...