હાલોલ / જન્મદિવસ માતમમાં ફેરવાયો, કારે બાઈકને અડફેટે લેતા બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મોત

X

  • વેગનઆરે બાઈકને અડફેટે લેતા બન્ને યુવાનો ફંગોળાઈને રોડ પર પછડાયા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 08:18 PM IST

હાલોલ. હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બાઈકસવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે કારમાં સવાર ડોક્ટર સહિત ત્રણને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત વિરાસત વન અને વડાતળાવ વચ્ચે ગોકળપુર ગામ પાસે થયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા અમિત ગોહિલ નામના યુવકનો આજે જન્મદિવસ હતો. જન્મદિવસે જ મોત મળતા અને રક્ષાબંધનના એક દિવસ પૂર્વે એક જ પરિવારના બે પિતરાઈ ભાઈઓના મોતથી પરિવારમાં અને ગામમાં માતમ છવાયો છે.

અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત
હાલોલના ત્રિકમપુરાના અમિત રાવજી ગોહિલ(20 વર્ષ) અને તેના કાકાનો દીકરો ઘનશ્યામ પ્રતાપસિંહ ગોહિલ(21 વર્ષ) હાલોલ તરફ આવી રહ્યા હતા. એ સમયે પૂરપાટ આવતી વેગનઆરે બાઈકને અડફેટે લેતા બન્ને યુવાનો ફંગોળાઈને રોડ પર પછડાયા હતા. જેમાં ગંભીર ઇજાઓ થતાં બન્નેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાઈક ચલાવનાર અમિત ગોહિલનો આજે જન્મદિવસ હતો. અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.

ઇજાગ્રસ્તોની યાદી
ડોક્ટર હિરેન પટેલ
મોહન ડી. પટેલ
અસ્મિતાબેન નાગજી પટેલ
(અહેવાલઃ મકસૂદ મલેક, હાલોલ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી