વિશ્વ પર્યાવરણ દિવસ:પંચમહાલની કોવિડ હોસ્પિટલ્સના ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લાની કોવિડ હોસ્પિટલ્સના ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું, - Divya Bhaskar
પંચમહાલજિલ્લાની કોવિડ હોસ્પિટલ્સના ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું,
  • કોરોના વોરિયર્સના હસ્તે વૃક્ષારોપણ કરી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
  • તુલસી સહિતના 16,000થી વધારે રોપાઓનું વિતરણ

પંચમહાલ જિલ્લામાં શનસ્વારે વિશ્વ પર્યાવરણ દિનની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન થીમ પર થયેલ આ ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ અને કોરોનાને ધ્યાનમાં રાખીને તુલસી સહિતના ઔષધીય છોડવાઓના વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. હાલોલના કંજરી ગામ નજીક યુપીએલ કંપનીના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કંજરી પાસેના 16 એકરથી વધુ વિસ્તારમાં 10,000થી વધુ વૃક્ષો ઉછેરી જે વન તૈયાર થશે તેનાથી આસપાસના વિસ્તારને પર્યાવરણની રીતે ઘણો ફાયદો થશે.

જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓએ પીપળ, વડ સહિતના છોડવાઓ રોપી આ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલ, તાજપુરા ખાતે આવેલ કોવિડ હોસ્પિટલ તેમજ વિવિધ સીએચસી, પીએચસી પર કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાવી તુલસી સહિતના 10,000થી ઔષધીય છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલોલ તાલુકાના જેપુરા ગામમાં 108 તુલસીના છોડ વાવી વિવિધ પ્રકારની તુલસી ધરાવતા તુલસીવનનું નિર્માણ પણ આજના દિવસે કરવામાં આવ્યું હતું. આગામી એક મહિના સુધી બીજા 20,000 જેટલા છોડનું વિતરણ કરવામાં આવશે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલોલ, ગોધરા અને કાલોલ જીઆઈડીસીમાં તુલસીના 6,000 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...