તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજી હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ અપાઈ

હાલોલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે મોકડ્રાઈલ યોજી સ્ટાફને ટ્રેનિંગ અપાઈ. - Divya Bhaskar
તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે મોકડ્રાઈલ યોજી સ્ટાફને ટ્રેનિંગ અપાઈ.
 • આગ જેવી ઘટના સર્જાય ત્યારે પહોંચી વળવાની પૂર્વ તૈયારી કરવામાં આવી

તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ-19 હોસ્પિટલમાં આગની ઘટના બનવા પામી હતી. જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્તો સહિત કેટલાક કર્મીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગમચેતીના પગલારૂપે તાજપુરા ખાતે આવેલ કોવિડ-19 હોસ્પિટલ ખાતે આકસ્મિક સંજોગોમાં આગ લાગવા જેવી ઘટના સમયે કઈ રીતે કામ કરવું તે અંગે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઘટનાને પહોંચી વળવા માટે કઈ રીતે તૈયારી આરંભવી અને કેવા પ્રકારના તાત્કાલિક પગલાં ભરવા તેને લઈ એક મોકડ્રિલનું આયોજન કર્યું હતું.

જેમાં હોસ્પિટલની બહાર આવેલ એ ખુલ્લા ખાડાની અંદર એકાએક આગની ઘટના બનવા પામતાં તાત્કાલિક હાલોલ પાલિકાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી. જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમને પણ જાણ થતાં રૂરલ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

જેમાં આગ લાગવાની ઘટનામાં આગ પર કાબુ મેળવી કઈ રીતે આવી ઘટનાઓના સમયે સંયમ અને એકાગ્રતાથી ઘટનાને પહોંચી વળવાની તૈયારી આરંભી જોઈએ તે અંગેની મોકડ્રિલ સફળતાપૂર્વક પાર પાડી તાજપુરા કોવિડ-19 હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ સહિત કર્મચારીઓને આકસ્મિક સંજોગોમાં આગનો બનાવ બને ત્યારે હોસ્પિટલના ફાયર એસ્ટ્રીન્ગર બોટલની મદદથી આગ પર કઈ રીતે કાબુ મેળવવો તે અંગેની ટ્રેનિંગ આપી હતી.

બચાવ કરી દર્દીઓ સહિતનાને લોકોને બચાવવા માટેની કવાયત કરવી તેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મોકડ્રિલના કાર્યક્રમ દરમ્યાન હાલોલ ફાયર ફાઈટરની ટીમ સહિત હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમ તેમજ હાલોલ મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો