તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ખાખરિયામાં આગની ઝપેટમાં આવેલી મહિલા સહિત ત્રણ દાઝ્યાં

હાલોલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવલી તાલુકા ના ખાખરીયા નગરી માં રહેતી મહિલા ચૂલા પર પાણી ગરમ કરવા કેરોસીન ભરેલા કારબા માંથી કેરોસીન નાખતા થયેલા ભડકા માં મહિલા ભડકે બળતા પતિ અને સસરા. બચાવવા જતા ત્રણેવ ને ગંભીર ઈજાઓ પહોંચતા હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્ત મહિલા અને તેના સસરા ને વડોદરા રીફર કરાયા છે બનાવ અંગે ફરજ પરના ડોકટરે સાવલી પોલીસ ને જાણ કરી છે.

ખાખરીયા નગરી માં રહેતી રીનાબેન હસમુખ વસાવા ઉ 35 મોડી સાંજે લાકડા ના ચૂલા પર પાણી નું તપેલુ મૂકી ચૂલા માં કેરોસીન ના કારબા થી કેરોસીન નાખતા એકદમ ભડકો થતા રીનાબેન ની સાડી ને ઝાળ લાગતા તે આગ ની લપેટ માં આવી જતા બુમાબુમ કરતા તેના સસરા પૂજા ભાઈ દોડી આવી બચાવવાની કોશિશ દરમિયાન પાછળ થી તેનો પતી હસમુખ પણ દોડી આવી તેને પણ બચાવાની કોશિશ કરતા રિના સાથે પૂજા ભાઈ ને ગંભીર ઈજાઓ પોહચી હતી જયારે પતિ હસમુખ પણ બન્ને હાથે દાઝી ગયો હતો ઇજાગ્રસ્ત ત્રનેવ ને 108 દવારા હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં લવાયા હતા જ્યાં રિના અને પૂજા ભાઈ ને ગંભીર ઈજાઓ પોહચી હોય વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ માં દાખલ કરાયા છે ઘટના અને રેફરલ ના ડોકટર સાવલી પોલીસ મથકે જાણ કરતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...