તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:હાલોલની તુલસીવિલા સોસાયટીના બંધ મકાનમાંથી 89 હજારની ચોરી

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી

હાલોલ નગરના કંજરી રોડ પર સરસ્વતી વિદ્યામંદિર પાછળ આવેલ તુલસીવીલા સોસાયટીમાં રહેતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 89,000/- ની માલ મત્તા ઉઠાવી તસ્કરો પલાયન થઈ ગયા હતા જેમાં રક્ષાબંધન કરવા માટે પરિવાર મકાન બંધ કરીને જતા ચોરોને મોકળુ મેદાન મળી જવા પામતા ચોરો હાથ સફાઈ કરવામાં કામયાબ રહ્યા હતા જેમાં અજાણ્યા ચોર ઈસમોએ તીજોરી તોડી તેના લોકરમાં રાખેલ રોકડા રૂપિયા 25,000/- સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ 89,000/- રૂ ની ચોરી કરી ફરાર થઈ જતા બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલ ૧૧/ એ , તુલસી વિલા સોસાયટી માં રહેતા વિજયસિંહ કરણસિંહ ગોહિલ ઉં વર્ષ ૩૨, ધંધો ખેતી, મૂળ રહે કંબોલા, બારોટ ફળિયું, સાવલી જી. વડોદરાનાઓ ગત રવિવારે રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે પોતાના પરિવાર સાથે વતનમાં ગયા હતા, ને ગત મંગળવારે મોડી રાત્રે વતનમાંથી પરત આવ્યા ત્યારે, તુલસી વીલા સોસાયટી માં આવેલ તેમના મકાનના મુખ્ય દરવાજાની જાળીનું તાળું તુટેલી હાલતમાં પડ્યું હતું/

તેમજ સાઈડના દરવાજાનું તાળું અને ઈન્ટરલોક પણ તુટેલું હોવાથી, તેમને ચોરી થયા અંગેની શંકા જતાં, મકાનના બેડરૂમમાં તપાસ કરતા બધો સામાન વેરણછેરણ પડ્યો હતો ને તીજોરીનું લોક તુટેલું હતું ને તેમાં રહેલ લોકર પણ ખુલ્લું ને ખાલી હતું, લોકરમાં રાખેલ તેમની પત્નિનનું સોનાનું લોકેટ, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી નંગ 3, સોનાની ચુની નંગ 4, નાનાં છોકરાની સોનાની વીંટી નંગ 3, સોનાની બંગડી નંગ ૨, ચાંદીની ઝાંઝરી 1 જોડ, ચાંદી ના સીક્કા નંગ ૪ સહિત રોકડા 25,000/-રૂ ની ચોરી થયા અંગે જણાઈ આવતાં, ગત બુધવારના રોજ તેઓ દ્વારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેથી પોલીસ દ્વારા સોના ચાંદી ના દાગીના ને રોકડા 25,000/-રૂ મળી કુલ 89,000/- રૂ ના મુદ્દામાલ ની ચોરી નો ગુનો નોંધી, અજાણ્યા ચોર ઈસમોને ઝડપી પાડવાની તજવિજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...