તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલોલ પાવાગઢ રોડ પર આવેલ શ્રી ભોગીલાલ કાલિદાસ માસ્તર સાર્વજનિક પુસ્તકાલયની અગાસી ઉપરથી 28થી 30 વર્ષીય યુવાન મરણ ગયેલ હાલતમાં મળી આવતા બનાવ અંગે હાલોલ શહેર પોલીસે પીએમ કરાવી મોતનું કારણ શોધવા કવાયત હાથ ધરી હતી. પોલીસે મરણ જનાર યુવાનની તપાસ હાથ ધરતા યુવાન મૂળ હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામનો રહેવાસી હોવાનું અને તેનું નામ સંજય બારીયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
જેમાં મરણ જનાર સંજય થોડા સમય અગાઉ પુસ્તકાલય પાસેની ભજીયાની દુકાનમાં નોકરી કરતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું.જેમાં તે અસ્થિર મગજનો હોઇ આસપાસની દુકાનોના ઓટલાઓ પર સૂઈ જતો હતો. ગત રાત્રિએ પુસ્તકાલયની અગાસીમાં સૂઈ જતા ઠંડી તેમજ ભૂખમરાને કારણે તેનું કુદરતી રીતે મરણ થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે. હાલોલ પોલીસે મૃતક સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.