ફરિયાદ:ગોપીપુરા ગ્રામપંચાયતના તત્કાલીન સરપંચે વિકાસના નામે સરકાર સાથે છેતરપિંડી કરી

હાલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલીન સરપંચ સામે રૂપિયા 1.98 કરોડના કામોમાં ગેરરીતિની ફરિયાદ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
  • તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી

હાલોલ તાલુકાના ગોપીપુરા ગ્રામપંચાયતના તત્કાલીન સરપંચ રામચંદ્ર બારીયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકાર સાથે છેતરપીંડી તેમજ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા અંગેની પોલીસ ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોંધાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. તત્કાલીન સરપંચ દ્વારા ગ્રામપંચાયતમાંથી રૂપિયા 4.50 લાખની ઉચાપત તેમજ નિયમ વિરુદ્ધ પોતાની માલિકીની ભાગીદારી પ્રમુખસ્વામી ડેવલોપર પેઢીમાં જ કામો રાખી પેઢીને આર્થિક લાભ કરાવવા રૂપિયા 1.98 કરોડના કામોમા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રૂ.4.50 લાખની ઉચાપત કરવામાં આવી
તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગોપીપુરા ગ્રામપંચાયત દ્વારા વર્ષ 2017 થી નવેમ્બર 2021 સુધી કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોની તપાસમાં ગોપીપુરા ગ્રામપંચાયતના સરપંચ દ્વારા 14માં નાણાંપંચ હેઠળ કરવામાં આવેલા કામો પોતાની માલિકીની જ ભાગીદારી પેઢીમાં કરી રૂ.2 કરોડના ચૂકવણા પણ આજ પેઢીમાં કરવામાં આવ્યા છે. સરપંચને આપેલા રૂ.5 લાખના ખર્ચની મર્યાદાને લઈને સરપંચ દ્વારાવિકાસના કામોને એક કરતાં વધુ ભાગમાં ચૂકવણા કરાયા છે. સક્ષમ અધિકારીની મંજૂરી-ટેન્ડર પ્રક્રિયાથી બચવા આર્થિક લાભ મેળવવા સરકારના નિયમ વિરુદ્ધ જઈને ગ્રામપંચાયતના સ્વંભડોળમાંથી રૂા.4.50 લાખની ઉચાપત કરાયાનું સામે આવ્યું છે. - એસ.એન. તડવી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી, હાલોલ

​​​​​​​વર્ષ 2017થી 2021 સુધીમંા સત્તાનો દુરુપયોગ
સરપંચ રામચંદ્ર બારીયા દ્વારા ગ્રામપંચાયતમાં કરવામાં આવેલા કેટલાય કામોમાં વહીવટી/તાંત્રિક મંજુરી લીધા વિના જ કામો કરી તેના પણ ચૂકવણા કરવામાં આવ્યા હોવાનું સામે આવતા ગ્રામપંચાયત ગોપીપુરામાં વર્ષ 2017થી નવેમ્બર 2021 સુધીમાં સરપંચ પદ પર રહેલા રામચંદ્ર બારીયા દ્વારા પોતાને મળેલ સત્તાનો દુરુપયોગ કરી સરકાર સાથે છેતરપીંડી તેમજ ગ્રામપંચાયતને આર્થિક નુકસાન પહોંચાડયા હોવાનું જણાઈ આવતા તત્કાલીન સરપંચ સામે છેતરપીંડી, ષડયંત્ર રચવું તેમજ ભ્રષ્ટાચાર નિવારણની વિવિધ કલમો હેઠળ હાલોલ રૂરલ પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અપાયેલી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે: - એસ.ડી.રાઠોડ, ઇન્ચાર્જ ડી વાય એસ પી, હાલોલ

અન્ય સમાચારો પણ છે...