તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિલકવિધિ:હાલોલના કંજરી સ્ટેટના દરબાર ગઢ ખાતે રાજતિલક રસમની વિધિ યોજાઇ

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ ધારાસભ્ય અને મંત્રી જયદ્રથસિંહ પરમારે ભત્રીજા યોગેન્દ્રસિંહને સ્મૃતિચિહ્ન આપી શુભેચ્છા પાઠવી. - Divya Bhaskar
હાલોલ ધારાસભ્ય અને મંત્રી જયદ્રથસિંહ પરમારે ભત્રીજા યોગેન્દ્રસિંહને સ્મૃતિચિહ્ન આપી શુભેચ્છા પાઠવી.
  • રાજવી પરિવારની દેનને લઈ ગામને કંજરી સ્ટેટનું બિરુદ આપવામાં આવ્યું
  • રાજવી પરિવારના જયેષ્ઠ પુત્ર યોગેન્દ્રસિંહ પરમારની તિલકવિધિ કરાઇ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામા આવેલ કંજરી ગામને રાજવી પરિવારની દેનને લઈ કંજરી ગામને કંજરી સ્ટેટનું રાજવી બિરુદ મળ્યું છે.

રાજવી પરિવારના રૂદ્રતસિંહ ચન્દ્રસિંહ પરમાર લાંબી વયે દેવલોક પામતા તેમના જયેષ્ઠ પુત્ર યોગેન્દ્રસિંહ રુદ્રતસિંહ પરમારનો કંજરી સ્ટેટના દરબાર ગઢ ખાતે રાજવી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે રાજભિષેક તિલક રસમના કાર્યકમનું આયોજન કરાયું હતું. રુદરતસિંહ પરમાર દેવલોક પામતા રાજવી પરિવારની પરંપરા મુજબ યોગેન્દ્રસિંહ પરમારને કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામસરણ દાસજીના હસ્તે રાજતીલક કરાયું હતું. રાજતીલકની રસમના કાર્યકમમાં રાજવી પરિવારના સભ્યો જ ઉપસ્થિત હતા. તેમ છતાં વર્તમાન લોકશાહીમાં રાજવી પરિવારની પરંપરાના જીવંત દર્શન જોવા મળ્યા હતા.

તિલક રસમ દરમિયાન રાજવી પરિવારના હાલોલ ધારાસભ્ય સાથે ગુજરાત સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા ભત્રીજા યોગેન્દ્રસિંહને સ્મૃતિચિહ્ન આપી શુભેચ્છા પાઠવી હતી. રુદરતસિંહ ચન્દ્રસિંહ પરમારને કંજરી સ્ટેટ માં સાલ 1982માં રાજતીલક કરવામાં આવ્યું હતું. રજવાડા યુગથી કંજરી એક સ્ટેટની ગણનામાં આવે છે. આ સ્ટેટના તાબા હેઠળ આસપાસના 52 ગામોનો સમાવેશ થાય છે. ગામોમાં વસવાટ કરતી પ્રજાને કોઈ દુઃખ તકલીફ ન પડે તેવા પ્રયાસો હાથ ધરાતા હતા.

અન્ય સમાચારો પણ છે...