તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હાલોલની મારુતિ ગેસીસ કંપનીના પ્લાન્ટમાં ક્ષતિ સર્જાતાં પ્લાન્ટ 15 કલાક સુધી બંધ રહ્યો

હાલોલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ટેક્નિશિયનો પ્લાન્ટ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. - Divya Bhaskar
ટેક્નિશિયનો પ્લાન્ટ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
 • 45 દિવસથી પ્લાન્ટ સતત ચાલુ રહેતાં શનિવારે ટેક્નિકલ ખામી થતાં ઓક્સિજન સપ્લાય અટવાયો: મોડી સાંજે પ્લાન્ટ કાર્યરત થયો
 • કંપની રોજના 700 ઓક્સિજનના બોટલ રિફિલ કરે છે
 • પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરાની હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય કરે છે

હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ અને ઓક્સિજનનું ઉત્પાદન કરી ગેસ બોટલો રિફીલિંગનું કામ કરતી મારુતિ ગેસીસ કંપનીનો પ્લાન્ટ છેલ્લા કેટલાય દિવસથી સતત ચાલુ રહીને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડી રહ્યો છે. કંપની દિવસમાં ઓક્સિજનના 700 બોટલો રિફિલિંગ થાય તેટલું ઉત્પાદન કરે છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લા સહિત વડોદરાની હોસ્પિટલોને કંપની આ પુરવઠો પૂરો પાડી રહી છે.

શનિવારે સવારે પાંચ વાગે પ્લાન્ટમાં એકાએક રિફિલિંગ મશીનના બીજા નંબરનું કુલર શોર્ટ થઈ જતાં પ્લાન્ટ ખોટકાઈ જતાં પુરવઠો અટકી ગયો હતો. આથી સપ્લાય લેતી હોસ્પિટલોના ડોકટરોના જીવ પડીકે બંધાઈ જતાં કંપની પર દોડી આવ્યા હતા. સદ્નસીબે કંપની પાસે કુલર સ્પેરમાં હોઈ કંપનીના ટેક્નિશિયનો સહિત બાજુમાં આવેલ ગેસના બોટલો બનાવતી મારુતિ કોટસો કંપનીના એન્જિનિયર સહિતના સ્ટાફે દોડી આવી મદદમાં લાગી જતાં કુલર રિપ્લેસ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ હતી. બીજી તરફ ઉત્પાદન અટકી જતાં રિફિલિંગ માટે ગાડીઓની લાઈનો લાગી હતી. જોકે બપોરે કુલર રિપ્લેસમેન્ટ થઈ જતાં પ્લાન્ટનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મોડી સાંજે ટેસ્ટિંગ સફળ થયા બાદ ઓક્સિજનનું ઉત્પાદન ફરીથી ધમધમતું થયું હતું.

ઓક્સિજન પ્લાન્ટને ફરીથી કાર્યરત કરવા કામગીરી ચાલી રહી છેે
મારુતિ ગેસીસના પ્લાન્ટનું રિપેરિંગ કર્યા બાદ બે વખત ટેસ્ટિંગ નિષ્ફળ થયું હતું. પ્લાન્ટ ચાલુ કરવા કામગીરી ચાલી રહી છે. હાલ તો સિવિલના ઇમરજન્સી રાખેલા ઓક્સિજનના બોટલ અને બાસ્કાની લાઇફ લાઈન કંપનીમાંથી હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. - અમિત અરોરા, જિલ્લા કલેકટર

​​​​​​​ઓક્સિજન સપ્લાયમાં કમી ન સર્જાય માટે રાત-દિવસ કામ થાય છે
મારુતિ ગેસીસ કંપનીના મનેજર ધર્મશે પટેલ રાત દિવસ કંપનીમાં રહી રિફીલિંગ ગેસ બોટલનું સંચાલન કરે છે. તેમણે જણાવ્યું હતું કે શનિવારે સવારે પાંચ વાગ્યે અચાનક બીજા સ્ટેજનું કુલર શોર્ટ થઇ જતાં રિફીલિંગ પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. અમારી પાસે સ્પેરમાં કુલર હોઇ સાથે તેને રિપ્લેસ કરવાનું મેજર કામ હોઇ બાજુની કંપનીના એન્જિનિયર અને ટેક્નિશિયનો મદદ દોડી આવ્યા હતા. હાલ કોરોનાની મહામારીમાં ઓક્સિજન સપ્લાયમાં કોઈ કમી ન સર્જાય તેના વહીવટને લઇ છેલ્લા બે દિવસથી મને નહાવાનો સમય પણ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો