તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યકમ રદ:પાવાગઢમાં વર્ષ 2015થી ચાલતા પંચમહોત્સવને આ વર્ષે બ્રેક લાગી, યાત્રાધામ પાવાગઢ ખાતે કોરોનાને લીધે પંચમહોત્સવ કાર્યકમ યોજાશે નહિ

હાલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ડિસેમ્બરમાં કાર્યકમ યોજાતો હતો

યાત્રાધામ પાવગઢનો વર્લ્ડ હેરિટેઝ સાઈડમાં સમાવેશ થયા બાદ અહીં દેશ સહિત દુનિયાભરમાંથી ઐતિહાસિક સ્થાપત્યોને જાણવા અને માણવા સહેલાણીઓ આવે છે યાત્રાધામ પાવગઢ સહિત આસપાસના લોકોને વધુ રોજગારીની તકો મળે અને સાથે પાવાગઢનો વિકાસ થાય માટે સાલ 2015માં પંચમહાલ જિલ્લા પ્રશાસન અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા પ્રથમ પંચમહોત્સવ કાર્યકમનું આયોજન કરાયું હતું.

પાંચ દિવસ ચાલતા સાંસ્કૃતિક કાર્યકમો ક્રાફટ બજાર ટેન્ટ સિટી દેશી વાનગીઓ ફોટોશેસનના યોજાતા કાર્યકમને પંચમહોત્સવ નામ આપવામાં આવ્યું છે પંચમહોત્સવને માણવા રાજ્યભરમાંથી રોજ હજારોની જન મેદની આવતી હોય છે હાલ કોરોનાની વશ્વિક મહામારીએ સમગ્ર દુનિયાને બાનમાં લીધું છે તેમાંથી દેશ અને રાજ્ય પણ બાકાત રહ્યુ નથી કોરોનાની મહામારી વચ્ચે પંચમહોત્સવ યોજાય તો મોટી સંખ્યામાં જન મેદની એકઠી થાય અને કોરોનાનુ સંક્રમણ ફેલાય તેવી વકી વચ્ચે આ વર્ષે જિલ્લા પ્રસાસન અને રાજ્ય ટુરિઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવ નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો