તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:હાલોલના ધારાસભ્ય તેમજ રાજ્ય મંત્રીએ કોરોનાની વેક્સિન મૂકાવી

હાલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં બે દિવસમાં જ કોરોનાના 36 પોઝિટિવ કેસ
 • તાલુકામાં 4500થી ‌વધુ લોકોએ વેક્સિનનો લાભ લીધો

હાલોલ પંથકમાં કોરોનાએ બીજા રાઉન્ડમાં આક્રમક હુમલો કરતા કોરોના કેસો વધી જતાં આરોગ્ય તંત્ર ચિંતામય બન્યુ છે. સરકાર દ્વારા કોરોનાને નાથવા વેકસીનની શરૂઆત કરતા પ્રથમ કોરોના વોરિયર્સ અને ત્યાર બાદ સિનિયર સીટીઝનો સહિત હાલોલ તાલુકામાં 4500 ઉપરાંત લોકોએ વેકસીનનો લાભ લીધો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ત્યારે શનિવારે હાલોલના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, પુત્ર મયુરદરથસિંહ પરમાર સહિતના પરીવરજનોઓ કોરોનાના પ્રથમ ડોઝની રસી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મુકાવી હતી.

રસીથી કોઈ આડઅસર થતી નથી. કોરોનાના વધતા જતા સ્ટ્રેન્થની સામે રસી મુકાવી જરૂરી છે. લોકોમાં કોરોના રસી અંગેની ગેરસમજ દૂર થાય સાથે 45 વર્ષની ઉપરની વયના તમામ લોકો કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી મુકાવે તે માટે રાજ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે. હાલોલ શહેર સહિત તાલુકામાં બે દિવસમાં જ 36 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. કોરોનાના બીજા રાઉન્ડમાં આવતા કેસોમાં જલ્દીથી રિકવરી આવતી હોવાનું તાજપુરા કોવિડ હોસ્પિટલના ઇન્ચાર્જ ડો.ઉદય પ્રકાશે જણાવ્યુ હતુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો