ટ્રસ્ટીઓનો નિર્ણય:પાવાગઢનું મહાકાળી મંદિર હવે 1 જૂન સુધી બંધ રખાશે, કોરોનાને કારણે વધુ 6 દિવસ મંદિર બંધ રાખવાની જાહેરાત

હાલોલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાની મહામારીને લઈ સંક્રમણ વધુ ન ફેલાય માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 28 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. હાલ કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર વધુ 6 દિવસ એટલે તા. 1 જૂન સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પાવાગઢ યાત્રાધામ 51 શક્તિપીઠ પૈકીનું એક યાત્રાધામ છે.

પાવાગઢ મંદિર સાથે અસંખ્ય ભક્તોની આસ્થા જોડાયેલી છે. વર્ષે 8થી 10 લાખ જેટલા યાત્રાળુઓ પાવાગઢ આવતા જતા હોય છે. પાવાગઢ આવતા યાત્રાળુઓને લઈ પાવાગાઢ તળેટી માચી સહિત ડુંગર પર વસતા એક હજાર કરતા વધુ પરિવારો પાવાગઢમાં નાના મોટા રોજગાર મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે.

પાવાગઢ મંદિર કોરોનાની મહામારીને લઇ નવરાત્રી શરૂ થાય તે પહેલાથી મંદિર બંધ કરવાની ફરજ પડતા સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોનાના સંક્રમણને લઈ સર્જાયેલ પરિસ્થિતિને કારણે મંદિર ટ્રસ્ટે વધુ 6 દિવસ તા.1 જૂન 2021 સુધી મંદિર બંધ રાખવાની જાહેરાતના પગલે ભક્તો સહિત વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...