તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હાલોલ કોર્ટે ચેક રીટર્નના આરોપીને રજૂ કરવા રૂરલ પોલીસને વોરન્ટ ઇસ્યુ કર્યું

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીની ધરપકડ કરી તા.18 જૂને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું
  • અારોપી સજાના દિવસે હાજર ન રહેતાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ સજા સાંભળવા માટે મુલત્વી રાખવામાં આવી

હાલોલ એડિસનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે ધી નેગો સિયેબલ ઇન્સટુમેન્ટ એક્ટ 1881ની કલમ 138ના શિક્ષાત્મક ગુન્હાની ઇન્સાફી કાર્યવાહી સમન્સ ટ્રાયબેલ પદ્ધતિથી ચલાવામાં આવેલ હોય ફોજદારી કાર્યરિતી સહિતા ની કલમ 255-(2) મુજબ ચેક રિટન કેસના આરોપી તખતસિંહ જીવાભાઈ પરમાર રહે ઘનસરવાવ તા હાલોલને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે. આરોપી સજાના હુકમના દિવસે હાજર ન રહેતા કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ આરોપીને સજા કરતા પહેલા સજા અંગે સાંભળવા માટે મૂલતવી રાખવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરી તા 18.6.21 ના રોજ રજૂ કરવા હાલોલ રૂરલ પોલીસ વોરન્ટ ઇસ્યુ કરાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલ નર્મદાનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડીંગ કન્ટકસનના વ્યસાય સાથે જોડાયેલા વૈભવ રાજેન્દ્ર ભાઈ પટેલ હાલોલના ઘનસરવાવના કોન્ટ્રાકટર તખતસિંહ જીવાભાઈ પરમાર સાથે ધંધાર્થે સંપર્કમાં આવતા બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. તખત પરમારને માટી ખોદકામ સહિત ખેતીકામ માટે નાણાની જરૂર હોય વૈભવ પટેલ પાસે ઉછીના રૂા.5.56 લાખની માગણી કરતા વૈભવ પટેલે તખત પરમારને વ્યવસ્થા કરી રોકડા રૂપિયા આપ્યા હતા. તે વખતે તખત પરમારે ઉછીના લીધેલા રૂપિયા બે માસમાં પરત આપી દેશે તેવો વિશ્વાસ અપાવી વૈભવને રૂા.5.65 લાખનો ચેક આપ્યો હતો.

રૂપિયા પરત લેવાનો સમય થતા વૈભવ પરમારે રૂપિયાની માગણી કરતા તખત પરમારે ચેક બેંકમાં જમા કરાવવા કહી ચેક પાસ થઈ જશેની ખાતરી આપી હતી. વૈભવ પટેલે ચેક પોતાના ખાતામાં ભરતા તખત પરમારના બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક પરત ફર્યો હતો.

આ અંગે તખત પરમારને જાણ કરતા વાયદા કરી રૂપિયા ન આપતા આખરે વૈભવ પટેલે ન્યાય મેળવવા તખત પરમાર સામે હાલોલ એડીસનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચેક રિટનનો કેસ દાખલ કરતા ન્યાયી પ્રક્રિયા સાથે કેસ ચાલી જતા હાલોલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ જજ પ્રેમ હંસરાજ સિંહે આરોપી તખત જીવાભાઈ પરમારને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે. આરોપી હાજર ન હોય કોર્ટે હાલોલ રૂરલ પોલીસને તખત પરમારને 18 જૂન પહેલા પકડી લાવી કોર્ટમાં હાજર કરવા વોરન્ટ ઇસ્યુ કરાયું છે. ફરિયાદી તરફે વકીલ દિનેશ રાઠોડ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...