અનલોક:પાવાગઢ સહિતની હેરિટેજ સાઇટના દરવાજા 115 દિવસ બાદ ખુલ્યાં

હાલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાં પાવાગઢ સહિતની હેરિટેજ સાઇટના દરવાજા ખુલતા લોકોએ મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
પંચમહાલમાં પાવાગઢ સહિતની હેરિટેજ સાઇટના દરવાજા ખુલતા લોકોએ મુલાકાત લીધી હતી.
  • કોરોનાના સંક્રમણને કારણે હેરિટેજ સાઇટ બંધ કરવામાં આવી હતી
  • પાવાગઢ ક્ષેત્રમાં આવેલા અનેક પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓએ લીધી

તાલુકાના પાવાગઢ ખાતે આવેલા અને વર્લ્ડ હેરીટેઝ સાઇટમાં સ્થાન પામેલા ઐતિહાસિક સ્મારકો આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા હતા. જામી મસ્જિદ અને શહેરી મસ્જિદ સહિત અનેક સ્થળોની મુલાકાતે પ્રવાસીઓ આવ્યા હતા. હાલોલ તાલુકાના પાવાગઢ, હાલોલ સહિત જિલ્લા ના બાવકા, રતનપુર, કાંકણપુર જેવા સ્થળોએ આવેલા અને ભારતીય પુરાતત્વ વિભાગમાં જેને વર્લ્ડ હેરિટેજનું સ્થાન મળ્યું છે, એવા 39 પર્યટન સ્થળો આજથી પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. ત્યારે પાવાગઢ ક્ષેત્રમાં આવેલા અનેક પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓએ લીધી હતી.

ઓનલાઈન બુકીંગ કરાવી આ સ્મારકોની મુલાકાતે આવ્યા હતા
કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો હતો ત્યારે દેશભરમાં આવેલા પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા અત્રેના સ્થળો 17મી માર્ચથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ તમામ ઐતિહાસિક સ્મારકો અનલોક 1માં સરકારના આદેશ મુજબ ખોલવાનો નિર્ણય લેવામાં આવતા આજે ઓનલાઈન ટીકીટ બુકીંગ કરી આવનારા પ્રવાસીઓને આ સ્મારકો નિહાળવા દેવામાં આવ્યા હતા. પાવાગઢ  વિસ્તામાં બે સ્થળે આવેલા ત્રણ સ્મારકો જોવા માટે ભારતીય પુરાતત્વ વિભાગ  વેબસાઇટ ઉપર ઓનલાઈન ટીકીટ બુકીંગની વ્યવસ્થા પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જ્યારે સ્થળ ઉપર ક્યુઆર સ્કેન દ્વારા ત્વરિત બુકીંગ માટેની પણ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે, રૂા.35/- પ્રતિ વ્યક્તિ લેખે આ સ્મારક જોવા આવનાર પાસે ઓનલાઇન લેવામાં આવતા હોય પ્રવાસી ઓનલાઈન બુકીંગ કરાવી આ સ્મારકોની મુલાકાતે આવ્યા હતા.

કોરોનાનું સંક્રમણ હાવી થઈ જશે તેમાં બે મત નથી
કોરોનાની સ્થિતિને લઈ સંક્રમણ ન ફેલાય એ માટે અહીં આવનાર તમામ પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરી સેનેટાઇઝ કરાવી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. અને વધુ પ્રવાસીઓ આવે એવી સ્થિતિમાં એકસાથે 10 પ્રવાસીઓને પ્રવેશ આપવામા આવે અને એ દસ પ્રવાસીઓ બહાર નીકળે પછી અન્ય દસ પ્રવાસીઓ અંદર પ્રવેશે એવું આયોજન કરવામાં આવ્યું હોવાનું પુરાતત્વ વિભાગ દ્વારા જણાવાયું હતું. પાવાગઢ એક ઐતિહાસિક સ્થળ અને ધાર્મિક સ્થળ પણ છે. અહીં આવેલું મહાકાળી શક્તિપીઠ સાથે દેશ અને દુનિયાભરના શ્રાધ્ધળુઓની આસ્થા જોડાયેલી છે, અને 7મી જુલાઈ આજથી શ્રધ્ધાળુ માંઈ ભક્તો માટે મહાકાળી માતાજીના મંદિરના દ્વાર ખોલી દેવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લીધો છે ત્યારે અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ દર્શનાર્થે અને સ્મારકો નિહાળવા આવશે ત્યારે કોરોનાના સંક્રમણ વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ સોસીયલ ડિસ્ટન્સ, અને માસ્ક જેવા નિયમોનું યાત્રાળુઓ પાલન કરે એ અતિ આવશ્યક છે. નહીં તો કોરોનાનું સંક્રમણ હાવી થઈ જશે તેમાં બે મત નથી.

અન્ય સમાચારો પણ છે...