રેસ્ક્યુ:આંબાડિયા ગામે મહાકાય મગરને વન વિભાગે રેસ્ક્યૂ કરી સલામત છોડી દીધો

હાલોલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ તાલુકાના આંબાડિયા ગામે 14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં આવી પહોંચી વસ્તીમાં ટહેલતો નજરે પડતા આંબાવાડીયા ગામે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

શિવરાજપુર વાઈલ્ડ લાઈફ રેંજના આરએફઓ આર. એન. પુવારને મગર માનવ વસ્તીમાં આવી ચઢ્યો હોવાની માહિતી મળતા વનવિભાગ શિવરાજપુર રેંજના પૃથ્વીસિંહ ચૌહાણ તેમજ યોગેશ ભૂત સહિતના કર્મચારીઓ તાત્કાલિક આંબાવાડીયા આવ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં જાનવરોના ઉત્થાન માટે કામ કરતી જીવ દયા પ્રેમી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને પણ જાણ કરાતા તેના પ્રમુખ રિપલ પટેલ અને તેમની ટીમ મગરને રેસ્ક્યુ કરવાના સાધનો સાથે આવી પહોંચી હતી.બંનેએ સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 14 ફૂટ લાંબા મહાકાય મગરનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...