તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:શ્રાવણના છેલ્લા શનિવારે ઝંડ હનુમાન મંદિરે પરાપૂર્વથી યોજાતો મેળો સતત બીજા વર્ષે બંધ

હાલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેળામાં દર વર્ષે હજારો ભક્તો ઉમટે છે કોરોનાને પગલે મેળો નહિ ભરવાનો નિર્ણય

આગામી 4 સપ્ટેમ્બરને શ્રાવણ વદ 13ને શનિવારના રોજ પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર હોઈ દર વર્ષે છેલ્લા શનિવારે લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે .અને જ્યાં મેળો ભરાય છે તે ઝંડ હનુમાન મંદિરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના કાળની મહામારીને લઈ જિલ્લા વહીવટી તંત્રની ગાઈડ લાઈન મુજબ મંદિર ટ્રસ્ટે મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યુ છે. મંદિરના દ્વાર પણ બંધ કરી દેવામાં આવશેનું જાણવા મળ્યું છે .

જાણવા મળ્યા મુજબ આગામી પવિત્ર શ્રાવણ વદ 12/13ને તા 04/09/2021ને શનિવારના રોજ શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર હોઈ ઝંડ ગામે ભરાતો ભવ્ય મેળો ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાના મહામારીને ધ્યાનમાં લઇ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે સ્થાનિક સરપંચ હરીશ ભાઈ સાથે તેમજ ટ્રસ્ટના વડીલ દશરથ ભાઈ સાથે વાત કરતા તેઓ એ જણાવ્યુ હતુ કે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ભરાતો મેળો બંધ રહેશે અને મંદિરના દ્વાર પણ બંધ રહેશે તેમ જણાવ્યું હતુ અને રવિવારે સવારે વહેલા મંદિરના દ્વારા ખોલી દેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છેકે ગત વર્ષની જેમજ આ વર્ષે પણ હજારો વહેપારીઓને આ મેળો બંધ રાખવાનો નિર્ણય થતા પડતા પર પાટુ વાગ્યા જેવો ઘાટ સર્જાયો છે આ મેળાના દિવસે ઝંડ હનુમાનજી મંદિરે અવર જવર કરતા લાખો લોકોના લીધે હાલોલ-બોડેલી રાજ્ય ધોરી માર્ગ ઉપર આવતા તમામ ગામોના નાના મોટા ધધા રોજગાર તેમજ નાની મોટી હોટલો શાકભાજી ફળ ફળાદીની લારીઓથી માંડી તમામ પ્રકારના વહેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. પરંતુ કોરોના મહામારીને લઈ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પણ વ્યાજબી છે અને બધાએ વધાવી સાથસહકાર આપવાની ખાત્રી ઉચારી છે.

અન્ય સમાચારો પણ છે...