તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાહન ચાલકે આધેડને અટફેટે લેતાં મોત નિપજ્યું

હાલોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ ગોધરા બાયપાસ પાસેનો બનાવ

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર હોટલ નવજીવન પાસે અજાણ્યા વાહને રોડ ક્રોસ કરતા આધેડને ટકકર મારતા તેમનું ઘટના સ્થળે જ કરુંણ મોત નીપજ્યું હતું. રામનાથ ગામે વણકરવાસમાં રહેતા મોહનભાઇ માવાભાઈ વણકર ઉ.વર્ષ.55 હાલોલ જી.આઇ. ડી.સી.ખાતે આવેલ રુષી કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા જેમાં બુધવારે કંપનીમાં તેઓની નાઈટ શિફ્ટ હોઈ તેઓ મોડી સાંજે રામનાથથી જી.આઈ. ડી.સી ખાતે આવવા નીકળ્યા તે દરમ્યાન હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ હોટલ નવજીવન પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન માતેલ સાંઠની જેમ પુરઝડપે આવતા એક અજાણ્યા વાહન ચાલકે મોહનભાઈને ટક્કર મારતા મોહનભાઇ રોડ પછડાતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

કાલોલના રામનાથ ખાતે તેઓના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ માથે આભ તૂટી પડ્યું હતું ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે હાલોલ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો બનાવ અંગે મૃતકના પુત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરી મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...