તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:હાલોલમાં માસ્ક વગર ફરતા લોકોના કોરના ટેસ્ટ કરાવાયા

હાલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માસ્ક વગર ફરતા લોકોના કોરના ટેસ્ટ કરાવાયા - Divya Bhaskar
માસ્ક વગર ફરતા લોકોના કોરના ટેસ્ટ કરાવાયા
  • કુલ 57 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા તમામ નેગેટિવ આવ્યા

હાલોલ પંથકમાં કોરોના સંક્રમણના ફેલાવવાને રોકવા તેમજ કોરોના સંક્રમિત દર્દીઓને અલગ તારવવા તાલુકા આરોગ્ય વિભાગ સહિત હાલોલ પોલીસ તંત્રે કમર કસી છે. જેમાં કોરોના અંતર્ગત સરકારી ગાઈડલાઈન અન્વયે વિના માસ્કે કે મોઢે કપડું લગાવ્યા વિના ફરતા લોકો સામે આરોગ્ય વિભાગે નવતર અભિગમ અપનાવી નગરમાં વિના માસ્કે ફરતા લોકોને પોલીસની મદદથી ઝડપી પાડી તેઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવાર હાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.ટી.સ્ટેન્ડ પોલીસ ચોકી ત્રણ રસ્તા પાસે આરોગ્ય વિભાગે હાલોલ પોલીસની મદદથી વિના માસ્કે બેજવાબદારીપૂર્વક વાહનો પર તેમજ રસ્તે જતા લોકોને ઝડપી પાડી કોરોના કોવિડ 19 રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાં કુલ 57 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા તમામ 57 ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો