રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેમાં હાલોલ વિધાનસભા વિસ્તારમાં આવતા હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના બેરોજગાર યુવાનોને હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી મળે તેના અનુસંધાનમાં રાજ્યપાલને સંબોધીને આવેદન આપ્યું હતું. તેમજ મોંઘવારી ગરીબ અને મધ્યમવર્ગને બિલકુલ પોસાય તેમ નથી. તેના વિરોધમાં પણ મામલતદાર કચેરી બહાર વિરોધ પ્રદર્શન અને ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક અનોખા અભિગમ સાથે રસ્તા ઉપર ચૂલો સળગાવી એક અલગ જ પ્રકારનો વિરોધ કરવામાં આવેલો હતો.
સ્થાનિક બેરોજગારોને રોજગારી આપો, મોંઘવારી દૂર કરો અને નિષ્ફળ ભાજપ અને રૂપાણી સરકાર સુશાસન દિવસની ઉજવણીનો વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે કેન્દ્ર સહિત રાજ્યની ભાજપા સરકાર સામે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો જોડાયા હતા. બેરોજગારી અને મોંઘવારીનો વિરોધ કરતા કાર્યકરો પૈકી હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાલોલ મહિલા પ્રમુખ ભારતીબેન દરજી, ગુરુરાજસિંહ ચૌહાણ પ્રદેશ મહામંત્રી ગુજરાત યુવક કોંગ્રેસ, હાલોલ મહામંત્રી કિરીટભાઈ દરજી, આદિજાતિ મહામંત્રી રામાભાઇ રાઠવા સહીત કોંગ્રેસના કાર્યકર્તાઓની હાલોલ ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.