ફરિયાદ:બિલ્ડર દંપતીએ રૂ 40 લાખના 2 પ્લોટ દસ્તાવેજ કર્યા બાદ અન્યને વેચી દીધા

હાલોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના મેસર્સ ઇન્ટેન પ્રોકોન એલએલપીના ભાગીદાર દંપતી સામે ફરિયાદ

કચ્છના ગાંધીધામના રહીશને વડોદરાના બિલ્ડર દંપતીએ હાલોલના નવા ગામે 40 લાખમાં પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યા બાદ તે અન્યને વેચી છેતરપિંડી કરી હતી.કચ્છના ગાંધીધામમાં આદિપુર મુન્દ્રા રોડ પર રહેતા જૈમીન દક્ષેશકુમાર શાહ વડોદરા ખાતે મેસર્સ ઇન્ટેન પ્રોકોન એલએલપી કંપનીના ભાગીદારો દંપતી પાર્થા નિલમાધવ ગુપ્તા અને નિવેદિતા પાર્થા ગુપ્તા (ભક્તિનગર સોસા., નિઝામપુરા)ના સંપર્કમાં આવ્યા હતા.

દંપતીએ હાલોલના નવા ગામ ખાતે સર્વે નં.60માં તૃષિતા ગ્રીન્સ ઓપન પ્લોટ અને બંગ્લોઝની સ્કીમમાં પ્લોટ નં.20 વેચાણ આપવાનું જણાવી 1 લાખનો ચેક લઈ વેચાણ દસ્તાવેજ કરી બાંધકામ માટે દંપતીએ 19 લાખનો ચેક લઈ હાલોલ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બાંધકામનું લેન્ડ એગ્રીમેન્ટ રજિસ્ટ્રેશન કરી આપ્યું હતું. જે બાદ પ્લોટ નં. 24 અને 25 વેચાણ આપવાનો હોવાનું જણાવી જૈમીનકુમાર પાસેથી 40 લાખ લીધા હતા. જૈમીનકુમારે પ્લોટ ખરીદ્યા અંગે તૃષિતા ગ્રીન સ્કીમના સોશિયલ મીડિયા ગ્રૂપમાં મેસેજ મૂક્યો હતો.

જે ગ્રૂપના કેટલાક સભ્યોએ વાંચી જૈમીનકુમારને ફોન કરી જણાવ્યું કે, પ્લોટ તો અમે વેચાણ રાખેલો છે. જેથી તેઓએ હાલોલ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતેથી ત્રણેય પ્લોટના દસ્તાવેજની નકલો મેળવતાં પ્લોટ 24મા વિશાલ રાજેન્દ્રકુમાર પટેલ (વડોદરા)ને વેચાણ દસ્તાવેજ કર્યો હોવાનું તેમજ આ જ પ્લોટ રાધેશ્યામ રામેશ્વરલાલ શર્મા (હાલોલ)ને પણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યાનું ફલિત થયું હતું. પ્લોટ 25 પણ રાધેશ્યામ શર્માને તેમજ મનોજ મનોરંજન પોલ (વડોદરા)ને બાનાખત કરી અપાયો હતો. જૈમીનકુમારે હાલોલ ટાઉન પોલીસ મથકે 40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...