તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હાલોલ રોડ પરના ગેસ્ટહાઉસમાંથી કૂટણખાનું પકડાયું, સંચાલક ઝડપાયો

હાલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાલોલ ગોધરા બાયપાસ પર હોટલમાં ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કરી સંચાલકને પકડ્યો. - Divya Bhaskar
હાલોલ ગોધરા બાયપાસ પર હોટલમાં ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કરી સંચાલકને પકડ્યો.
 • અમદાવાદથી યુવતીઓને બોલાવી દેહવેપાર કરતો હતો
 • દેહવેપાર માટે આવેલી યુવતી સહિત સંચાલકની અટકાયત

હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલ દર્શન ગેસ્ટ હાઉસમાંથી પોલીસે કૂટણખાનું ઝડપી પાડી દેહવ્યાપારનો ધંધો ચલાવતા મુખ્ય સંચાલકની અટકાયત કરી હતી. ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમીને લઇ હાલોલ શહેર પોલીસે છટકું ગોઠવી ડમી ગ્રાહકને મોકલી દેહવ્યાપાર માટે આવેલ યુવતી સહિત કુટણખાનું ચલાવતા ગેસ્ટ હાઉસના માલિકની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

હાલોલ શહેર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે હાલોલની શહેરની બહાર આવેલ હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર હોટેલ સારા પેલેસની બાજુમાં આવેલ દર્શન ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ મંગાવી દેહવ્યાપરનો ધંધો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે હાલોલ પોલીસે હાલોલ પોલીસે બેને ડમી ગ્રાહક બનાવી 1500 રૂ.ની રોકડ રકમ આપી તેની નોંધ કરી દર્શન ગેસ્ટ હાઉસમાં મોકલ્યા હતા. જેમાં તેણે ગેસ્ટ હાઉસમાં જઈ કાઉન્ટર પર બેસેલ ઈસમ જોડે શરીર સુખ માણવા યુવતીની વાત કરી હતી. જેમાં ભાવતાલ નક્કી કરતા અગાઉથી આસપાસ ગોઠવાયેલ પોલીસને સાંકેતિક ઈશારો કરતા પોલીસે છાપો મારી દેહવ્યાપાર માટે બોલાવતા કુટણખાનું ચલાવતા દરગારામ દાનારામ છેલારામને રંગેહાથે ઝડપી લીધો હતો.

તેમજ તેની પૂછપરછ કરતા તે બહારગામથી યુવતીઓને બોલાવી દેહવ્યાપર કરાવી 700 રૂપિયા યુવતીના અને 500 રૂપિયા ગેસ્ટ હાઉસમાં દેહસુખ માટે સગવડ કરી આપવા બદલ લેતો હોવાનું જણાવતા તેમજ સ્થળ પરથી ઝડપાયેલ યુવતીને અમદાવાદ ખાતેથી બોલાવી દેહવ્યાપાર માટે બોલાવી હોવાનું જણાવતા હાલોલ ટાઉન પોલીસે તેની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો