તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાની શંકા:તલાવડીના જંગલમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરનારનો મૃતદેહ દેવડેમમાંથી મળ્યો

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલની તલાવડીના જંગલમાં પ્રેમ પ્રકરણમાં પકડાયેલ આરોપી સંજય તથા મૃત્યુ પામેલા મુખ્ય હત્યારાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
હાલોલની તલાવડીના જંગલમાં પ્રેમ પ્રકરણમાં પકડાયેલ આરોપી સંજય તથા મૃત્યુ પામેલા મુખ્ય હત્યારાની ફાઇલ તસવીર.
  • બે પ્રેમીના ઝઘડામાં સગીરની હત્યા કરી હતી
  • પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહને વડોદરા લઇ જવામાં આવ્યો

હાલોલના તલાવડી ગામના સ્મશાન નજીક જગલમાં બાઇક ઉપર મહેશ સોમાભાઇ રાઠવા, સંજય કચંન પરમાર તથા જયદેવ વિઠ્ઠલ પરમાર અાવ્યા બાદ હિતેન્દ્ર તેના મિત્ર દશરથને સાથે લઈ જંગલમાં આવી પહોંચ્યો હતો. વાચચીત દરમિયાન જયદેવ અને હિતેન્દ્ર બન્ને મિત્રો એકજ યુવતીને પ્રેમ કરતા હોય બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન જયદેવ ઉશ્કેરાઈ જઇ હિતેન્દ્ર કઇ સમજે તે પહેલાજ જયદેવે તેની સાથે લાવેલું ધારદાર ખંજર કાઢી હિતેન્દ્ર પર હુમલો કરતા હિતેન્દ્રએ બચાવ માટે બુમો પાડતા નજીકમાં બેઠેલા મહેશ, સંજય અને દશરથ દોડી આવ્યા હતા.

જ્યાં મહેશ વચ્ચે છોડાવા પડતા સંજયે મહેશને પાછળથી પકડી લેતા જયદેવે ખંજરનો વાર કરતા મહેશે ખંજર હાથથી પકડી લેતા મહેશનો હાથ ચિરાઈ ગયો હતો. પોતાની આખો સમક્ષ ખેલાઈ રહેલ ખૂની ખેલ જોઈ 16 વર્ષીય દશરથ અબકાઈ ગયો હતો પણ તેને હિંમત ન હારી મિત્રોને બચાવવા વચ્ચે પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્તા દશરથ હવે સમગ્ર ઘટના અંગે જાણ કરી દેશે તેવી બીક વચ્ચે લોહીથી લથપથ હાલતમાં જીવ બચાવી ભાગી રહેલ દશરથને સંજય અને જયદેવે પકડી પાડી સંજયે બે હાથ પકડી રાખતા જયદેવે બેરહમીપૂર્વક દશરથ પર ખંજરના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા દશરથનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુ. બનાવની પોલીસ ફરીયાદ નોધાઇ હતી. ઘટનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જયદેવ પરમારનો મૃતદેહ હાલોલ તાલુકાના ડાભણ ગામ પાસે આવેલા દેવ ડેમમાંથી મળી આવ્યો હતો.

જયારે તેનો મોબાઇલ અને પાકીટ તેના ઘર પાસેથી મળી આવ્યા હતા. સંજય હત્યાની ઘટના બાદ લાપતા બન્યા બાદ મંગળવારે તેનો મૃતદેહ દેવ ડેમમાંથી મળી આવ્યાની ઘટનામાં પાવાગઢ પોલિસે અકસ્માત મોતની નોંધ કરી જયદેવના મૃતદેહને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો જ્યાં ફરજ પરના ડો.સિન્હા અને ડૉ ચોધરીએ શંકા વ્યક્ત કરતા ઘટનામાં જયદેવની હત્યા કે આત્મહત્યાની શંકાકુશંકાઓ વચ્ચે પોલિસે જયદેવની મોતનું કારણ જાણવા જયદેવના મૃતદેહનું પેનલ ફોરેન્સીક પીએમ કરાવા મૃતદેહને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો છે. જ્યારે હત્યામાં સંડોવાયેલ બીજો આરોપી સંજય કંચન પરમારની પોલિસે ધરપકડ કરી કૉર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે .

અન્ય સમાચારો પણ છે...