ધરપકડ:પાવાગઢના મોટી ઉભરણથી ડિગ્રી વગરના તબીબને ઝડપી પડાયો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવાગઢના મોટી ઉભરણ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો. - Divya Bhaskar
પાવાગઢના મોટી ઉભરણ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો.
  • એલોપેથિક દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળી રૂા. 12616નો મુદ્દામાલ કબજે કર્યો
  • ફરિયાદથી​​​​​​​ પાવાગઢ પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સમગ્ર પંચમહાલ સહિત હાલોલ પંથકમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજાને છેતરી વગરની ડિગ્રીએ ક્લિનિક અને દવાખાના ગ્રામીણ વિસ્તારોમાં ખોલી એલોપેથિક સારવારના બહાને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને લૂંટી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા બોગસ ઝોલાછાપ તબીબોને ઝડપી પાડી જેલ ભેગા કરવા માટે પંચમહાલ પોલીસે કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસની કામગીરી દરમ્યાન મોટાભાગના પશ્ચિમ બંગાળના વ્યક્તિઓ જ બોગસ તબીબ બની સમગ્ર પંચમહાલ પંથકના નાના ગામડાઓમાં એલોપેથીક દવાખાના ખોલી સારવારના બહાને ખોટા ઈલાજ કરી ગ્રામજનોને લૂંટતા ઝડપાઈ રહ્યા છે.

જેમાં પાવાગઢ પોલીસને બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલ મોટીઉભરવણ ગામે તબીબ બનીને એલોપેથીક સારવારનું દવાખાનું ચલાવતો મૂળ ગાજીપુર. ભીસેલ તા. ગોપાલનગર પશ્ચિમ બંગાળનો રહેવાસી રણજીત સરકાર જીતેન્દ્ર સરકાર કોઈ પણ જાતની સરકાર માન્યતા પ્રાપ્ત મેડીકલ ડીગ્રી વિના એલોપેથિક સારવારનું દવાખાનું ચલાવી ગ્રામીણ પંથકની પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી તેઓને લૂંટી રહ્યો છે.

જે બાતમીના આધારે પાવાગઢ પોલીસે શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મેહુલ માયાવંશીને સમગ્ર હકીકતથી વાકેફ કરી તેઓને સાથે રાખી મોટીઉભરવાણ ગામે રણજીત સરકારના એલોપેથીક દવાખાના પર છાપો મારી એલોપેથીક સારવાર કરવા અંગે આધારભુત ડિગ્રી પુરાવા માગતાં રણજીત સરકાર પાસે કોઈ પણ જાતની સરકાર માન્ય એલોપેથી સારવારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન મળી આવતા પોલીસે તેની અટકાયત કરી દવાખાનામાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ 12,616નો મુદ્દામાલ ઝડપી રણજીત સરકાર સામે શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મેહુલ માયાવંશીની ફરિયાદના આધારે મેડિકલ પ્રેકટીસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...