કામગીરી અટકાવી:હડતાળી મહિલા સફાઇ કર્મીઓએ નગરની સફાઈ કામગીરી અટકાવી

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલોલમાં ટ્રેક્ટરનો કચરો રોડ પર ફેંકી ગંદકી કરવામાં આવી

હાલોલ પાલિકા ખાતે પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર બેઠેલા સફાઈ કામદારો પેકી મહિલાઓ મંગળવારની મોડી રાત્રે રીતસરની રણચંડી બની શહેરની સફાઈ માટે મુકેલા અન્ય સફાઈ કામદારો સાથે ઘર્ષણ કરી સફાઈ કામગીરી અટકાવી રોડ પરથી કચરો લઈ જતા ટેક્ટરને રોકી ટ્રેક્ટરનો કચરો રોડ પર ફેંકી ગંદકી કરતા વિસ્તારમાં અફડાતફડી મચતા પોલીસ આવી પહોંચી હતી.

હાલોલ પાલિકામાં કામ કરતા 130 જેટલા સફાઈ કામદારો પડતર પ્રશ્નોને લઈ પાલિકા ખાતે તંબુ બાંધી હડતાળ પર બેસતા ગંદકીમાં વધારો થયો હતો. પાલિકા સત્તાધીશો સફાઈ કામદારોમાં પ્રશ્નનોનું નિરાકરણ ન લાવતા મંગળવારની રાત્રે હડતાળ પર બેઠેલી મહિલાઓ રણચંડી બની રોડ પર ઉતરી આવી હતી. પાલિકા દ્વારા શહેરની હંગામી સફાઈ માટે અન્ય કોન્ટ્રાકટરને કામ સોંપાતા કોન્ટ્રકટરના સફાઈ કામદારો મંગળવારની રાત્રે સફાઈ શરૂ કરી કચરો ટ્રેક્ટરમાં ભરી ખાલી કરવા જતાં હતાં.

દરમિયાન જનતા બેંક પાસે હડતાલી મહિલાઓએ ટ્રેક્ટર અટકાવી બૂમાબૂમ કરી ટ્રેક્ટરની અંદરનો કચરો રોડ પર ઠાલવી ગંદકી કરતા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં હાલોલ પીઆઇ ડાભી સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. જ્યાં હળતાલી મહિલાઓએ પાલિકા પ્રમુખ વિભાક્ષીબેનની હાય હાય બોલાવી પોલીસનો ઘેરાવો કર્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. આટલો મોટો હોબાળો થયા છતાં પાલિકાના પેટનું પાણી હાલ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...