તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લગ્નમાં ડીજેમાં નાચતા વરરાજાના પિતા સહિત છની અટકાયત કરાઇ

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુલધરી ગામે ડીજેના તાલે નાચતા વરરાજાના પિતા સહિત છ લોકોની અટકાયત કરી - Divya Bhaskar
મુલધરી ગામે ડીજેના તાલે નાચતા વરરાજાના પિતા સહિત છ લોકોની અટકાયત કરી
  • મુલધરી ગામે લગ્નના વરઘોડામાં પાવાગઢ પોલીસની કાર્યવાહી

પાવાગઢ પી.એસ.આઇ પી.એન.સિંહ સહિતની ટીમે મુલધરી ગામે લગ્નના વરઘોડામાં છાપો મારતા 150થી 200 લોકો ડીજેના તાલે વિના માસ્કે નાચ ગાન કરી રહ્યા હતા. પોલીસે લોકોને જાહેરનામાનો ભંગ ન કરવા માટે સમજાવતા કેટલાક રાત્રિના અંધારામાં ભાગી છૂટ્યા હતા. તો કેટલાક લોકો અમે તો અમારા સંબંધીના લગ્ન હોઇ વરઘોડામાં નાચીશુ જ તેમ કહી પોલીસ સાથે વિવાદ સર્જતાં મામલો વધુ પોલીસ બોલાવતા નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે સ્થળ પરથી વરરાજાના પિતા રાજેન્દ્રભાઈ રાઠોડ, હસમુખભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર,દિલીપભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, અને વિક્રમભાઈ પરમારની અટકાયત કરી હતી. જ્યારે લગ્ન-પ્રસંગમાં સામેલ ડીજે સંચાલક,ગોર મહારાજ, રસોઈયા, અને મંડપ સંચાલકની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...