કોર્ટમાં ફરિયાદ:શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇ. કંપની તથા હાલોલ બ્રાન્ચ મેનેજર સામે ફરિયાદ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેક રિટર્નનો ખોટો કેસ ઉપજાવતા કોર્ટમાં ફરિયાદ

હાલોલ વાહન માલિક સાથે હાલોલ સ્થિત શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાસ કંપની અને મેનેજરે વિશ્વાસઘાત છેતરપીંડી કરી સિક્યુરિટી માટે આપેલ ચેકનો દૂર ઉપયોગ કરી કોર્ટમાં ફરિયાદ કરી જેલમાં પુરાવી દેવાની ધમકી આપવા બાબતે હાલોલ પોલીસ મથકમાં આપેલ ફરિયાદની પોલીસે કાર્યવાહી ન કરતા વાહન માલિકે ન્યાય મેળવવા હાલોલ એડિ. ચીફ જ્યુ. કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની અને મેનેજર સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરતા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

કાલોલના કાનાવાગા જુમ્મા મસ્જિદ પાસે રેહતા કરીમ સાબિર વાઘેલાનાઓની એક ટ્રક અને અન્ય એક વાહનની લોન શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાસ લિમિટેડ કંપનીમાં ચાલતી હતી જેમાં એક વાહનના બે હપ્તા બાઉન્સ થતા શ્રી રામ ફાઈનાસ કંપની દ્વારા ટ્રક કબજે લઇ હરાજી બોલાવી વાહનને 8 લાખમાં વેચી દઈ ટ્રક ની હપ્તાની બાકી રકમ રૂા. 3,96,000 જમાં લઇ વધારાની રકમ રૂા.4,03,275 કંપનીમાં જમાં રાખી બીજી ગાડીના બાકી રહેલા હપ્તાઓને રકમ જમા ન લઈ કંપનીમાં રોકડ રકમ જમા રાખી કંપનીના મેનેજરે બીજી ગાડીના લોનના હપ્તા બાકી હોવાનો હાલોલ કોર્ટમાં કરીમ સાબિર વાઘેલા સામે લૉન વખતે આપેલ સિક્યુરિટી ચેકનો દુરુપયોગ કરી ચેક રિટર્નનો ખોટો ઉપજાવેલો કેસ કરી હેરાન ગતિ કરી હતી.

જેમાં બાકીની જમાં રકમ 4 લાખ અંગે તપાસ કરતા આ રકમ સિસ્ટમમાં કપાઈ ગઈ છે તેવો જવાબ આપી જમાં રકમ હોવા છતાં લોન ગ્રાહક સાથે છેતરપીંડી કરી ખોટો કેસ કરી જેલમાં પુરાવવાની ધમકી આપતા કરીમ વાઘેલા એ વકીલ અફસર દીવાન દ્વારા શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ અને બ્રાન્ચ મેનેજરે લક્ષ્મિકાન્ત સામે હાલોલ પોલિસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી છતાં પોલીસે ગંભીરતા ન દાખવી કાર્યવાહી ન કરતા ન્યાય મેળવવા લોન ગ્રાહક કરીમ વાઘેલાએ આ બાબતે લોન સેટલ કરી ખોટો કરેલો કેસ પરત ખેંચવા હાલોલ નામદાર કોર્ટમાં કેસ કરતા હાલોલ એડિ. ચીફ જ્યુ. જજ પ્રેમ હંસરાજસિંહે પોલીસ ફરિયાદ નોંધી છેતરપિંડી વિશ્વાસઘાત સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

વિવિધ કલમો મુજબ ફરિયાદ નોંધાઇ
પોલીસે કોર્ટના હુકમ બાદ વિવિધ કલમો 403 બદદાનતથી મિલ્કત પડાવી લેવી, 405 ગુન્હાહિત વિશ્વાસઘાત, 406 3 વર્ષની સજાનો ગુનો બિન જામીન પાત્ર.420 ઠગાઈ કરવી, 427 કોઈ મિલકતને નુકસાન કે બગાડ કરવો 114 ગુનામાં મદદગારી કરવા સબબની ફરિયાદ નોંધી છે

અન્ય સમાચારો પણ છે...