વાતાવરણ:પંચમહાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફુલગુલાબી ઠંડીનાે અહેસાસ, મહત્તમ 30 ડિગ્રી, લઘુતમ 20 ડિગ્રી

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફુલગુલાબી ઠંડીનો ચમકારો જિલ્લાવાસીઓ અનુભવી રહ્યા છે. શિયાળામાં ગુજરાત સહિત પંચમહાલના આકાશમાં વાદળો ગોરંભાઇને વરસાદી માહોલ સર્જાય રહ્યો છે. જેને લઇને જિલ્લાવાસીઓ આશ્ચર્યમાં મુકાયા હતા. જિલ્લામાં મહત્તમ પારો 30 ડીગ્રી અને લધુત્તમ પારો 20 ડીગ્રી સુઘી રહ્યો હતો. બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણ ઠંડુંગાર બની જતા ઠંડીનો ચમકારો શરુ થતા ઠુઠવાતી પ્રજાને ગરમ કપડામાં કેદ થયેલ જોવા મળ્યા હતા. જેથી ઠંડીની અસર જનજીવન પર અસર વર્તાઇ હતી. જોકે હાલમાં ફુલગુલાબી ઠંડીના ચમકારો લોકો અનુભવી રહ્યા છે.

દાહોદમાં વાદળછાયંુ વાતાવરણ રહ્યું
દાહોદ. ભરશિયાળે દાહોદ જિલ્લાના ગગનમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. દાહોદમાં બુધવારે આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ. જ્યારે રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો થયો હતો અને પરિણામે ઠંડી અનુભવાઇ હતી. શહેરમાં બુધવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને સૂર્યએ સંતાકૂકડી રમી હતી. પરિણામે ઠંડી અનુભવાઇ હતી. ગત રાત્રિનું તાપમાન 20.7 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% થતા ભરશિયાળે બપોરના સમયે બફારો અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...