તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:હાલોલમાંથી રૂા. 80 હજારનો અખાદ્ય ગોળનો જથ્થાે ઝડપાયાે, ગોળના નમૂના FSLમાં મોકલાયા

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ સ્ટેશન રોડ પર આર આર સેલે શંકાસ્પદ  અખાદ્યય ગોળ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો - Divya Bhaskar
હાલોલ સ્ટેશન રોડ પર આર આર સેલે શંકાસ્પદ અખાદ્યય ગોળ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો
  • RR સેલે કનૈયા પ્રાેવિઝન સ્ટાેરમાં ટેમ્પાેમાંથી માલ ઉતારતા રેડ પાડી

હાલોલ સ્ટેશનરોડ અખાદ્ય ગોળ ઉતરવાનો હોવાની બાતમીના આધારે રેન્જ આરઆર સેલ દ્વારા રેડ પાડી ટેમ્પામાંથી ઉતારતા 168 પેટી અખાદ્યય ગોળનાે જથ્થાે ઝડપી પાડ્યો હતો. અત્રે નાેંધનિય છેકે, અખાદ્ય ગાેળનો વેપાર કરતા તત્વોમાં સોપો પડી ગયો છે

અખાધ્ય ગોળની 168 પેટી જેની કીંમત રૂ.80 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો
હાલોલના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ કરીયાણાની કનૈયા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં અખાદ્ય ગોળનો જથ્થો ઉતારવાનો હોવાની પાકી બાતમી રેન્જ આરઆર સેલને મળી હતી. હાલોલ શહેર પોલીસને સાથે રાખી બાતમી મુજબની દુકાન પાસે ટીમે વોચ ગોઠવી હતી તે દરમ્યાન 06 ઓગસ્ટના સાંજે ટેમ્પામાંથી ઉતારવામાં આવતો શંકાસ્પદગોળ નો જથ્થો કનૈયા પ્રોવિઝન સ્ટોરમાં ઉતારવામાં અાવી રહ્યો હતો. તે દરમ્યાન અખાધ્ય ગોળની 168 પેટી જેની કીંમત રૂ.80 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે શરતોને આધીન ટેમ્પોને જવા દીધો હતો. આ ઝડપાયેલા ગોળ અખાદ્ય છે કે કેમ ? એ જાણવા માટે તેના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...