સમસ્યા:પાવાગઢમાં પવન ફૂંકાતાં રોપ વે બંધ, ટિકિટ રિફંડ માટે લોકોનો હોબાળો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોપ વે બંધ થતાં યાત્રાળુઓને પગપાળા ઉતરવુ પડયું હતું - Divya Bhaskar
રોપ વે બંધ થતાં યાત્રાળુઓને પગપાળા ઉતરવુ પડયું હતું

પાવાગઢ માચી સ્થિત રોપવે ઉડન ખાટોલા સેવા બુધવારે બપોર પછી એકાએક વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતા સાવચેતી સલામતીના ભાગરૂપે બપોરે 2 વાગ્યે બંધ કરવાની ફરજ પડી હતી. એક સમયે રોપવેમાં રિટર્ન ટિકિટ લઇ ઉપર પહોંચેલા યાત્રીઓને પરત ફરતા રોપવે બંધ હોવાનું જાણવા મળતા યાત્રાળુઓ રોષે ભરાયા હતા. અને રિફંડ બાબતે રકઝક થવા પામી હતી.

બુધવારે બપોરે પછી 400 જેટલા યાત્રાળુઓ રિર્ટન ટિકિટ મેળવી રોપવેમાં ડુંગર પર પહોંચી માતાજીના દર્શન કરી પરત જવા રોપવે સ્ટેશન પર આવ્યા હતા. જયાં ફરજ પરના કર્મચારીએ વાતાવરણને લઇ રોપવે સેવા બંધ કરી હોવાનું જણાવતા યાત્રાળુઓ પગપાળા નીચે ઉતરી રોપવે ઓફિસે પોહચ્યા હતા. જ્યાં પોહચી ટિકિટ નું રીફન્ડ માંગતા સંચાલકો સાથે ભારે રકઝક થઇ હતી અને ભારે હોબાળો મચ્યો હતો. જો કે લાંબી માથાકૂટ બાદ રોપવે સંચાલકો દવારા યાત્રાળુઓને રિટન ટિકિટ નું રીફન્ડ આપતા મામલો થાળે પડ્યો હતો.

રોપ-વે સંચાલકો દવારા જણાવાયું હતું કે, ભારે પવન-વરસાદને લઇ રોપવે બંધ કરવો પડ્યો હતો. ચાલીને નીચે ઉતરેલા યાત્રાળુઓએ રોપવે ઓફીસ પાસે આવી હોબાળો કરી ટિકિટ નું રીફન્ડ માગ્યું હતું. થોડી રકઝક બાદ ટિકટનું રીફન્ડ આપી દેવામાં આવ્યું હતું. રોપવે સેવા માત્ર ભારે પવનને લઈ બંધ કરાઈ હોય છતાં અફવા બજાર પણ ગરમ થવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...